બિહારમાં બીજેપીનું પલડું ભારે કેમ દેખાય રહ્યુ છે ?

શનિવાર, 3 ઑક્ટોબર 2015 (15:15 IST)
વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ ચૂંટણી સભા સાથે જ બિહારમાં ચુંટણીનું વાતાવરણ એકદમ ગરમાઈ ગયુ છે. ટિકિટ વહેંચણી પછી એનડીએ અને મહાગઠબંધનની અંતર ઉભો થયેલો અસંતોષ હવે શાંત થઈ ચુક્યો છે.  
 
શુક્રવારે નરેન્દ્ર મોદીની સભા પછી સોશિયલ મીડિયા પર એ લોકોના સુર બદલાઈ ગયા જે બરાબરીનો મુકાબલો બતાવી રહ્યા હતા.  મતલબ ભાજપા નીત એનડીએનો પલડુ ભારે દેખાય રહ્યુ છે. આવુ કેમ લાગી રહ્યુ છે ? 
 
આવો પહેલા જાતિગત વિશ્લેષણ કરે છે ટિકિટ વહેંચણીમાં બંને ગઠબંધનોએ પોતપોતાના પાકા વોટ બેંકને સાધવાની કોશિશ કરી છે. એનડીએએ 85 સુવર્ણોને ટિકિટ આપી છે અને 67 ટિકિટ પછાત વર્ગને આપી છે. મહાગઠબંધને  105 ટિકિટ પછાત વર્ગને આપી છે અને 33 ટિકિટ મુસલમાનોને. 
 
આ 105 પછાતમાં 64 યાદવ ઉમેદવાર છે. એનડીએએ 25 ટિકિટો યાદવો માટે છે. જ્યા સુધી એકદમ પછાત વર્ગનો સવાલ છે તો એનડીએ 19 અને મહાગઠબંધને 33 ટિકિટ આ વર્ગના લોકોને આપી છે. હવે આ વર્ગોના વલણની વાત કરીએ... એવુ કહેવાય રહ્યુ છે કે સુવર્ણ વોટ એનડીએને જ મળશે અને તેની સાથે વૈશ્ય પણ સંપૂર્ણ રીતે એનડીએની સાથે છે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે બિહારમાં વૈશ્ય-મારવાડી પછાત વર્ગમાં છે. બીજી બાજુ મુસલમાન વોટ મહાગઠબંધનનો માનવામાં આવી રહ્યો છે. મુસલમાન બિહારનો સૌથી મોટો સમુદાય છે. 
 
બીજા નંબર પર છે યાદવ. યાદવોને ખુશ કરવાની પુરી કોશિશ લાલુ પ્રસાદ કરી રહ્યા છે અને આ ક્રમમાં તેઓ જાતિવાદી આહ્વાન કરવાથી પણ અચકાતા નથી. 
 
જેને લઈને ચુંટણી પંચે તેમને નોટિસ પણ રજુ કરી છે. બાકી પછાતમાં જે જાતિયો (વૈશ્ય, કુર્મી, કુશવાહ વગેરે) આવે છે. તેમનો અનુપાત તુલનાત્મક રૂપે ખૂબ જ ઓછો છે. તેમાથી અનેક એનડીએ સાથે માનવામાં આવી રહી છે. 
 
એકદમ પછાત વર્ગ અને મહાદલિતને નીતીશ કુમારે પોતાના 10 વર્ષના શાસનમાં તૈયાર કર્યુ. પણ લાલુ પ્રસાદના શાસનકાળમાં અતિ પછાત લોકોને ખૂબ સહન કરવુ પડ્યુ, અને આજે લાલુ પ્રસાદ સાથે નીતીશ કુમારનુ ગઠબંધન છે.  બીજી બાજુ લાલૂ પ્રસાદ યાદવોની વાત ડંકાની ચોટ પર કરી રહ્યા છે. તેનાથી અતિ પછાત જાતિયોમાં મહાગઠબંધનને લઈને શંકાની સ્થિતિ બને એ સ્વાભાવિક છે. 
 
દલિત અને મહાદલિતની વાત કરીએ તો દલિત નેતા રામવિલાસ પાસવાન અને મહાદલિત નેતા જીતન રામ માંઝી બંને એનડીએમાં છે. જો કે તેનો મતલબ એ નથી કે આ સમુહના 100 ટકા વોટ એનડીએને મળશે પણ એક મોટો ભાગ એનડીએમાં જશે તેને કોઈ નકારી શકતુ નથી. 
 
છતા પણ બધુ આધારિત છે અતિ પછાત જાતિના વોટ પર. ભાજપાના મોટા નેતા વ્યક્તિગત વાતચીતમાં કહે છે કે આ સમુહનો મોટો ભાગ તેમના ખાતામાં આવશે. જો આવુ થયુ તો ભાજપાને બઢત મળી શકે છે. 
 
હવે આની સાથે જોડાયેલો મુદ્દો છે કે વામ મોરચા, ત્રીજો મોરચો (સપા, પપ્પુ યાદવ, એનસીપી)અને એમઆઈએમ (ઓવૈસીની પાર્ટી)કોને નુકશાન પહોંચાડશે ? જો વામ મોરચા ન હોત તો ચોક્કસ મહાગઠબંધન ફાયદામાં રહેતુ કારણ કે વામને મળનારા વોટ મહાગઠબંધનને જ મળતા. 
 
ત્રીજા મોરચાને પણ જે વોટ મળશે તે મહાગઠબંધનમાંથી જ કપાશે. ઓવૈસી ફેક્ટર બીજી બાજુથી કામ કરશે. 
 
ઓવૈસી જે ભાષામાં બોલવા માટે ઓળખાય છે તે ભાષા બહુસંખ્યક સમુહમાં ભાજપાના પક્ષમાં જ ઘ્રુવીકરણ કરશે અને જે મુસ્લિમ વોટ તેમને મળશે. તેની કિમંત મહાગઠબંધને જ ચુકવવી પડશે. 
 
બીજી બાજુ એવુ કોઈ ફેક્ટર દેખાતુ નથી જે એનડીએ અને ખાસ કરીને ભાજપા વિરુદ્ધ જતુ હોય. હવે વાત કરીએ શુક્રવારે બાંકામાં થયેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાની. 
 
વિકાસનો મુદ્દો 
 
આ સભામાં પ્રધાનમંત્રીએ બિહારી અસ્મિતા અને ગૌરવને ઉભાર્યુ, દેશની રાજનીતિમાં બિહારનુ નેતૃત્વ કરવાની વાત સ્વીકારી અને કહ્યુ કે દેશને આગળ વધારવો છે તો બિહારે આગળ વધવુ પડશે.  આ વાત પહેલા નીતીશ કુમાર કહેતા હતા. નીતીશનુ નામ લીધા વગરે તેમને દગાબાજ અને અહંકારી બતાવ્યા અને કહ્યુ કે વિશેષ પેકેજ પણ આ અહંકારી મહાશય પરત લઈ શકે છે. 
 
સાથે જ પ્રધાનમંત્રીએ પોતાની ભૂલ પણ સુધારી કે જે પૈસા તેઓ આપી રહ્યા છે તે બિહારનો હક છે અને આવુ કરીને તેઓ પોતાનુ કર્તવ્ય નિભાવી રહ્યા છે કોઈ અહેસાન નથી કરી રહ્યા. 
 
તેઓ વિકાસવાદનો નારો આપી ગયા. ઉલ્લેખનીય છે કે 30 દિવસમાં પ્રધાનમંત્રી લગભગ 20 સભા કરવાના છે. તેનાથી અંદાજ લગાવવો મુશ્કેલ નથી કે હવાનું વલણ શુ હશે. 
 
આ વાત બીજી છે કે હવાનો આભિગમ ખરેખર બિહાર અને દેશ માટે સારો હશે કે નહી... ! 
 

વેબદુનિયા પર વાંચો