બિહારમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ પાટલિપુત્રનો સંગ્રામ આજે પાંચમા ચરણની વોટિંગ સાથે જ સમાપ્ત થઈ ગયો છે અને હવે રાહ જોઈ રહ્યા છે કે 8 નવેમ્બર મતલબ રવિવારે જ્યારે ઈવીએમમાં બંધ જનતાનો નિર્ણય બહાર આવશે અને એ નક્કી થઈ જશે કે આવતા પાંચ વર્ષ માટે બિહાર પર એનડીએ રાજ કરશે કે મહાગઠબંધન. પણ આ પહેલા વેબદુનિયા તમારે માટે લાવ્યુ છે એક્ઝિટ પોલ જે એ સંકેત આપ્યુ કે છેવટે સત્તાના આ રણમાં કોનો વિજય થઈ રહ્યો છે અને કોનો પરાજય. બિહારમાં આ કંઈ પાર્ટીને કેટલી સીટો મળી રહી છે અનેકંઈ પાર્ટીના ભાગે કેટલા વોટ શેયર આવી રહ્યા છે. એનડીએ અને મહાગઠબંધન પોતપોતાના દાવા કરી રહ્યુ છે. લાલૂ યાદવે તો અહી સુધી કહી દીધુ કે મહાગઠબંધનને 190 સીટો મળવા જઈ રહી છે. બીજી બાજુ ભાજપા અધ્યક્ષ અને સ્ટાર પ્રચારક અમિત શાહ હાલ ચુપ છે. તેમનુ કહેવુ છે કે તેઓ 8 નવેમ્બરના રોજ જ બોલશે.
ઉલ્લેખનીય છે કે બિહાર ચૂંટણીના પ્રથમ ચરણમાં 57 ટકા, બીજા ચરણમાં 55%, અને ત્રીજા ચરણમાં 53.32, ચોથામાં 57.59 અને અંતિમ તેમજ પાંચમાં ચરણમાં 60 ટકા મતદાન થયુ છે. આ સમગ્ર ચૂંટણીમાં સાંપ્રદાયિકતાથી લઈને વ્યક્તિગત આરોપ-પ્રત્યારોપ પણ ખૂબ થયા. શૈતાન અને નરભક્ષી જેવા હુમલા પણ રાજનેતાઓએ કર્યા. વિકાસનો મુદ્દો પાછળ રહી ગયો. મોટાભાગના સમય સુધી ચૂંટણી ભાષણમાં એકબીજા પર આરોપ પ્રત્યારોપ જ થતા રહ્યા.