Scorpio-જાણો કેવા હોય છે વૃશ્ચિક રાશિના લોકો

બુધવાર, 13 ડિસેમ્બર 2017 (16:48 IST)
વૃશ્ચિક - શારીરિક બાંધો
વૃશ્ચિક રાશીની વ્‍યક્તિની હથેળી ચપટી અને વધારે માંસલ હોય છે. લંબાઇ ઓછી અને પહોળાઇ વધારે હોય છે. શુક્રનું ક્ષેત્ર વિશાળ હોય છે. અંગુઠો નાનો હોય છે જે દ્રઢતા અને હઠ્ઠનું પ્રતિક છે. આંગળીઓ મોટી હોય છે. તેમની વક્ષસ્‍થળ, ઇંદ્રીય, નાક અને આંગળી પર તલનું નિશાન હોય છે.
 
વૃશ્ચિક - વ્યવસાય
વૃશ્ચિક રાશીની વ્‍યક્તિ ખીરીદ-વેચાણ, દવા અથવા ઇલેક્ટ્રોનિક્સ નો વ્‍યવસાયમાં સફળતા મેળવે છે. તેઓ ને યાંત્રીક કાર્ય, રસ પદાર્થ તેલ વગેરે કાર્ય કરે છે. વિદેશમાં ઇમ્‍પોર્ટ-એક્સપોર્ટ માં સારી સફળતા મેળવી શકે છે.
 
વૃશ્ચિક - આર્થિક પક્ષ
વૃશ્ચિક રાશીની વ્‍યક્તિની ઇચ્‍છાઓ અવશ્ય પૂર્ણ થાય છે. જરૂરત પડ્યે કોઇપણ રીતે કામ પૂર્ણ થઇ જાય છે. ઇમાનદારીથી ઘન મેળવીને જીવન પસાર કરવામાં સંતોષ માને છે.
 
વૃશ્ચિક - ચરિત્રની વિશેષતા
વૃશ્ચિક રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - પોતાનો સ્‍વાર્થી સાધવા ચાલાકીથી અન્‍ય પાસેથી કામ કાઢવું, પ્રભાવશાળી, સ્‍વછંદી, સામર્થ્યવાદી, સ્‍વયં પર આસક્ત, કામુક, પ્રતિશોધી, ઇર્ષાળુ, અભિલાષી, યુયુત્‍સ, સંશયી, આંતરિક રીતે ભયભીત, મનથી નિર્દય, અસષ્‍િણુ, શોષણકારી, સ્‍વયંના સ્‍વાર્થ માટે શક્તિનો પ્રયોગ કરનાર. ચરિત્ર વિકાસના લક્ષણો - અદ્રશ્ય ચેતનાની અનુભૂતિ, અંતરાત્‍માના અસ્તિત્‍વથી અજાણ, અજ્ઞાન દ્રારા ઉત્‍પન્‍ન થયેલ વિશ્વાસ રાખવો, નિસ્‍વાર્થ ઉદ્દેશમાટે પોતાની ક્ષમતાનો ઉપયોગ કરવો. ભૌતિક અને ભાવનાત્‍મક વિષયો પર માનસિક નિયંત્રણ કરવાનું સીખવું, દાનવીર બનવું, ઇશ્વર પ્રત્‍યે પોતાની ઇચ્‍છાને સમર્પિત કરવી, મનોવૈજ્ઞાનિક શક્તિઓ ને ઓળખી અને તેનો યોગ્ય ઉપયોગ કરવાની જાણકારી મેળવવી, સર્વાધિક ભલાઇ માટે જ્ઞાનની આપ-લે કરવી. અંતઃ કરણના લક્ષણ - ચમત્‍કારીક અંતર્દ્વંદ્વોને રમણીયતામાં ફેરવવી. અંતરાત્‍માથી અનુકૂળ થવું, ઉચ્ચઆત્‍માની ચેતના હોવી, સંઘર્ષને વિકાસનાં રૂપમાં જોવી, ભૌતિક અને ભાવનાત્‍મક સ્‍વભાવ ઉપર માનસિક નિયંત્રણ, ઇશ્વરીય જ્ઞાનનાં પ્રચારમાં સહાયતા માટે જ્ઞાનનો ઉપયોગ કરવો, બીજા ઉપર હકારાત્‍મક પ્રભાવ પાડવો, અન્‍ય સાથે જ્ઞાનની ઊર્જાની આપ-લે કરવી, સર્વની ભલાઇ માટે સાત્‍વીક ઊર્જાના પ્રચારક બનવું.
 
વૃશ્ચિક - ભાગ્યશાળી રંગ
વૃશ્ચિક રાશીની વ્‍યક્તિ માટે લાલ, મટમેલો, કાટનો (જંગ) રંગ ભાગ્યશાળી છે. આ રંગના વસ્‍ત્ર પહેરવાથી માનસ‍િક શાંતિ મળે છે. ખીસ્‍સામાં હંમેશા લાલ રંગનો રૂમાલ રાખવાથી લાભ થાય છે. પોતાના વસ્‍ત્રમાં લાલ રંગને કોઇ પણ સ્‍વરૂપમાં ચોક્કસ પસંદ કરવો જોઇએ.

વૃશ્ચિક - પ્રેમ સંબંધ
વૃશ્ચિક રાશીની વ્‍યક્તિને પ્રેમની પ્યાસ હોય છે. પ્રેમ તેમની શક્તિ છે. તેમને પ્રેમના બદલામાં પ્રેમ જોઇએ છે. કેટલાક લોકો તેમને કામુક કહે છે. તેમનો પ્રેમ અલગ પ્રકારનો હોય છે. તેઓ ભ્રમના શિકાર રહે છે. સેક્સ અને સર્જનની બાબતમાં તેઓ સિંહથી વધારે શક્તિશાળી છે. માટે તેમની હાજરીની સર્વને ખબર પડી જાય છે. તેઓ પોતાની ઇચ્‍છાઓને બીજા પર ઢોળી દે છે. તેઓ કામને હથિયારના સ્‍વરૂપમાં ઉપયોગ કરી શકે છે. ક્યારેક સ્‍વયં પણ તેનો શિકાર થઇ જાય છે. તેમનો પ્રેમ સૌંદર્ય અને શારીરિક બાબતોથી જોડાયેલો છે. તેઓ લાગણીશ‍િલ હોય છે. ઉમર સાથે તેમનો પ્રેમ પણ પૌઢ થાય છે. તેઓ શક્તિશાળી હોવા છતાં આત્‍મવિશ્વાસનો અભાવ તેમનામાં જોવા મળે છે. તેઓ પ્રેમને ફક્ત શારીરિક ક્રિયા જ માનતા નથી બૌદ્ધિક એકરૂપતા માને છે. તેઓ રહસ્‍યમય વ્‍યક્તિ તરફ આકર્ષાય છે અને પોતાના સાથી પાસેથી પૂર્ણ વિશ્વાસની અપેક્ષા રાખે છે. વિજાતીય સંબંધ - વૃશ્ચિક રાશીને વિજાતીય પાત્ર તરફ આકર્ષણ રહે છે. તેઓમાં વ્‍યક્તિગત આકર્ષણની શક્તિ હોય છે. તેઓ વિરોધી લિંગને પોતાની તરફ આકર્ષ‍િત કરે છે અને તેનો સદ્દઉપયોગ અને દુરઉપયોગ બંને કરે છે. વૃશ્ચિક કામ વાસના સાથે વધારે જોડાયેલા પણ જોવામાં આવે છે. કોઇ પણ પ્રકારનું વ્યસન તેમને અવશ્ય હોય છે. ક્યારેક તેઓ પોતાની કામ વાસનાના ઉગ્ર રૂપમાં આવે છે. બાદમાં તેઓને પશ્ચાતાપ પણ કરવું પડે છે. માટે તેમણે સંયમ રાખવો જરૂરી છે.
 
વૃશ્ચિક - મિત્રતા
વૃશ્ચિક રાશીને - કર્ક, સિંહ, મેષ, ધન અને મીન રાશી સાથે સારી મિત્રતા રહે છે. તેમની સાથે મિત્રતા ઉપરાંત ભાગીદારી પણ સારી રહે છે. તુલા, ધન અને મેષ રાશીની સાથે ઉદાસીન રહે છે. વૃષભ સાથે વિરોધી આકર્ષણ રહે છે. મિથુન અને કન્‍યા રાશી સાથે હંમેશા ઝગડા રહે છે. તેમને વૃશ્ચિક સાથે પણ મેળ નથી. જો બે વૃશ્ચિક રાશીની વ્‍યક્તિ સત્તાત્‍મક સમસ્‍યાથી દૂર રહે તો જીવનમાં સઘળું મેળવી શકે છે.
 
વૃશ્ચિક - પસંદ
વૃશ્ચિક રાશિની વ્‍યક્તિ પોતાની પસંદમાં જાગૃત હોય છે. કિંમતી કાર, વિશિષ્‍ટ પ્રકારના ઘરેણાં તેમને પસંદ છે. સ્‍વાદિષ્‍ટ ભોજન પ્રિય છે. રોમાંસ અને ગુનાહને લગતા પુસ્‍તકો વાંચવા ગમે છે.
 
વૃશ્ચિક - લગ્ન અને દાંપત્ય જીવન
વૃશ્ચિક રાશીની વ્‍યક્તિ પોતાના સાથી સાથે અધિકતમ સંતોષ મેળવવા ઇચ્‍છે છે. આવું ન થાય ત્‍યારે તેઓ વિવાહ સંબંધ પણ તોડી નાખે છે. તેઓ પોતાની પત્‍નીને એક પ્રેમ‍િકાની ભૂમિકામાં જોવા ઇચ્‍છે છે. તેઓ પોતાના સાથી પર શાસન કરવા પ્રયત્‍ન કરે છે. પરસ્‍પરના પ્રેમથી તેમનું સેક્સ જીવન સુખી થઇ શકે છે.
 
વૃશ્ચિક - સ્‍વભાવની ખામી
વૃશ્ચિક રાશીની વ્‍યક્તિ બુદ્ધ‍િના અભાવમાં સ્‍વયં સમસ્‍યા ઊભી કરે છે. તેઓ પોતાની ઉપેક્ષા સહન કરી શકતા નથી. તેમનામાં વિરોદ્ધી ગુણો જોવા મળે છે. ઉપાય- તકલીફના સમયે હનુમાન ચાલીસા, મહામૃત્‍યુંજય મંત્રનો જાપ કરવો શ્રેષ્‍ઠ રહે છે. રામનામનો જાપ, રામાયણનો પાઠ, ગાયત્રી જાપ તથા દત્ત કે શિવની ભક્તિ કરવી. ગાયત્રીનો જાપ સર્વ શ્રેષ્‍ઠ છે. મોળો મંગળવાર કરવો (ઉપવાસ), મૂંગાને અથવા પોખરાજને પહેરવો, અથવા નાગજિવ્હાનું મુળ પાસે રાખવું, આમાંથો કોઇ એક પ્રયોગ દ્વારાથી દુઃખ દૂર થશે. ઘઉં, મસૂર, ગોળ, લાલ વસ્‍ત્ર, તાંબુ, અને લાલ વસ્‍તુનું મંગળવારે દાન કરવું શુભ છે. હનુમાનની ઉપાસના લાભદાયક છે. મંગળવારનું વ્રત હંમેશા સારૂ છે. ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ - આ મંત્રનાં ૧૦,૦૦૦ જાપ કરવાથી મનોકામના પૂરી કરવામાં સહાય થાય છે.
 

 


વૃશ્ચિક - ભાગ્યશાળી રત્ન
વૃશ્ચિક રાશીની વ્‍યક્તિ માટે ભાગ્યશાળી મૂંગા છે. માટે તેમણે મંગળ ખરાબ હોય તો મૂંગા પહેરવો જોઇએ. મંગળવારે સોના કે તાંબાની વીટીમાં ૬ રત્તીના મૂંગાને મઢાવીને મંગળનું ધ્‍યાન ધરીને અનામિકા આંગળીમાં પહેરવું જોઇએ. પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે વૃશ્ચિક રાશી માટે રક્ત પ્રસ્‍તર, પોખરાજ, તામડા, લાલ મૂંગા ધારણ કરવાથી સારૂ ફળ મળે છે.
 
વૃશ્ચિક - વ્યક્તિત્વ
જ્યોતિષીઓ વૃશ્ચિક રાશીને સર્વાધિક ગૂઢ અને અંતર્વિરોધાત્‍મક માને છે. કેટલાક તો તેમને અપ્રકાશિત રહસ્‍યો અને સંગ્રહની રાશ‍િ માને છે. તેઓ પ્રખર બુદ્ધિ, ગંભીર પ્રકૃતિના, આદર્શવાદી, ધાર્મિક વિચારથી સંપન્‍ન, ઉત્‍સાહી, દ્રઢ ઇચ્‍છાશક્તિ, ક્રોધી, ચંચળ, પ્રેરક, રહસ્‍યમય, વૈભવપૂર્ણ, અને વિશિષ્‍ટ હોય છે. મુશ્કેલીથી બચવા ગંભીર બની જાય છે, પરંતુ ચોટ લાગે ત્‍યારે ડંખ પણ મારે છે. તેમનું વ્‍યક્તિત્‍વ બેવડું છે પરંતુ મિથુન રાશી મુજબ ચંચળ નથી હોતું. જ્યારે તેમનું કોઇ કાર્ય બગડે છે, ત્‍યારે તેના હૃદયમાં અશાંતિ ઉત્‍પન્‍ન થાય છે. તેઓ શત્રને પણ મદદ કરવા તૈયાર થઇ જાય છે. તેઓ બળવાન, આખા બોલા, પ્રેરણાદાયક, દ્રઢ હૃદયના, ગુપ્ત અને કઠિન વિષયનાં જાણકાર હોય છે. વૃશ્ચિક રાશીના પુરૂષો ક્રૂર, સ્‍પષ્‍ટભાષી, કઠોર અને ઇમાનદાર, સક્રિય, અધિકાર પ્રત્‍યે જાગરૂક હોય છે. વૃશ્ચિક રાશીની મિત્રતા દિર્ઘકાળ સુધી રહે છે. તેમનામાં સર્વ પ્રકારની માનવીય દુર્બળતા જોવા મળે છે. તેમને પરંપરા પ્રત્‍યે કોઇ લાગણી રહેતી નથી, તેમનામાં વિદ્રોહની ભાવના હોય છે. તેઓ પોતાના વ્‍યક્તિત્‍વતી શક્તિ દ્રારા શત્રુને દબાવે છે. તેમનો ભાગ્યોદય જીવનના ઉત્તરાર્દ્ધમાં થાય છે. તેમને ઘણા શત્રુઓ હોય છે, પરંતુ તેઓ હાનિ કરવા માટે અસમર્થ રહે છે. તેઓ ભલાઇનો બદલો ભલાઇ અને બુરાઇનો બદલો બુરાઇ સાથે આપે છે. પોતાના નિશ્ચયને પૂરો કરવા માટે મોટામાં મોટું બલિદાન પણ આપે છે.
 
વૃશ્ચિક - શિક્ષણ
વૃશ્ચિક રાશીની વ્‍યક્તિને ચિકિત્‍સા, જ્યોતિષ, વિજ્ઞાનના વિષયો, મેનેજર, વાણિજ્ય, રાજકારણ, વગેરે વિષયોમાં શિક્ષણ મેળવવાથી સફળતા મળે છે.
 
 વૃશ્ચિક - સ્‍વાસ્‍થ્ય
વૃશ્ચિક રાશીની વ્‍યક્તિ ગુપ્ત રોગો અને રક્તવિકારથી પરેશાન રહે છે. અનિયમિત દૈનિક પ્રવૃતિથી પાચન, આળસ, ઉત્‍સાહહીનતા, વિસ્‍મૃતિ, વગેરે રોગ થાય છે. સ્‍વપ્ન દોષ, રક્તસ્‍ત્રાવ, હાર્નિયા, માસિક ધર્મની અનિયમિતતા, કબજીઆત, ગઠિયા, સન્નિપાત, બવાસીર, ટ્યૂમર, દાંતનો દુખાવો, મૂત્રવિકાર, ઇંદ્રીય, ગળા અને હૃદયને લગતા રોગ થાય છે. તેમણે મધ, દૂઘ, ખજુર, નીરો, છાસ વગેરેનું સેવન કરવું જોઇએ.
 
વૃશ્ચિક - ઘર-પરિવાર
વૃશ્ચિક રાશીની વ્‍યક્તિને કુટુંબથી બનતુ નથી. તેઓ સ્‍વતંત્ર પ્રકૃતિના હોય છે. બીજા પર આધાર રાખવો તેમને પસંદ નથી. જમાનત, કોર્ટનું કામ, અને બીજાપર વિશ્વાસ રાખવાથી જીવનમાં એક વખત દગો થાય છે. જે સંસ્‍થા કે ધર્મને માને તેમાં દ્રઢ શ્રદ્ધા રાખે છે.
 
વૃશ્ચિક - ભાગ્યશાળી દિવસ
વૃશ્ચિક રાશીનો મંગળ સાથે નજીકનો સંબંધ છે માટે તેમનો ભાગ્યશાળી દિવસ મંગળવાર છે. આ દિવસ તેને પ્રસન્‍ન રાખે છે. સાથે સાથે સોમવાર અને ગુરૂવાર પણ શુભ છે. શનિવાર અને બુધવાર અશુભ રહે છે. રવિવાર આર્થીક રીતે સારો રહે છે. જે દિવસે મકર રાશીનો ચંદ્ર હોય ત્‍યારે મહત્‍વપૂર્ણ કામનો આરંભ કરવો નહીં.
 
વૃશ્ચિક - ભાગ્યશાળી અંક
આ રાશી માટે ૯ નો અંકની ભાગ્‍યશાળી છે. માટે ૯ ની શ્રેણી ૯, ૧૮, ૨૭, ૩૬, ૪પ, પ૪, ૬૩, .... શુભ રહે છે. તે ઉપરાંત ૧, ૨, ૩ ના અંક શુભ. ૪, પ અને ૬ ના અંક અશુભ છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર