વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના રૅન્કિંગમાં ભારતનું સ્થાન ગબડ્યું

શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (10:29 IST)
વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ (WEF)ના વાર્ષિક રિપોર્ટમાં ભારતનું સ્થાન ગબડી ગયું છે.
ગ્લૉબલ કૉમ્પિટિટિવ ઇન્ડેક્સમાં ગત વર્ષે ભારતનું સ્થાન 58મા નંબરે હતું, પરંતુ હવે 68મા નંબરે રહ્યું છે.
આ ઇન્ડેક્સમાં સૌથી ઉપર સિંગાપુર છે. બાદમાં અમેરિકા અને જાપાન છે. મોટા ભાગે આફ્રિકન દેશો આ ઇન્ડેક્સમાં સૌથી નીચે છે.
અન્ય દેશોના સારા પ્રદર્શનને કારણે ભારતનું રૅન્કિંગ ગબડ્યું હોવાનું માનવામાં આવે છે.
વિયેતનામ, કઝાકિસ્તાન અને અજરબેઇજાન જેવા દેશો પણ આ સૂચિમાં ભારતથી ઉપર છે.
વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમનું કહેવું છે કે ભારતની અર્થવ્યવસ્થા બહુ મોટી છે અને ઘણી સ્થિર છે, પરંતુ આર્થિક સુધારાની ગતિ ઘણી ધીમી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર