ભારત મોકલવા સામેની માલ્યાની અરજી લંડનની કોર્ટે માન્ય રાખી

બુધવાર, 3 જુલાઈ 2019 (11:23 IST)
લંડનની રૉયલ કોર્ટ્સ ઑફ જસ્ટિસે વિજય માલ્યાને તેના પ્રત્યર્પણ આદેશ વિરુદ્ધ અપીલ કરવાની મંજૂરી આપી છે. આનો મતલબ એવો છે કે આ સમગ્ર કેસની ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે.
 
એપ્રિલ મહિનામાં ગૃહ મંત્રી સાજિદ જાવિદે તેના પ્રત્યર્પણના આદેશ આપી દીધા હતા. જોકે, માલ્યાએ આ આદેશ વિરુદ્ધ એપ્રિલ મહિનામાં લેખિત અપીલ કરી હતી તે રદ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમણે મૌખિક સુનાવણી દરમિયાન કોર્ટમાં અપીલ દાખલ કરી જે અંગે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
 
આ વખતે માલ્યાએ પાંચ બિંદુઓને ધ્યાનમાં રાખીને અપીલ કરી હતી, જેમાં નિષ્પક્ષ ટ્રાયલ, તેમની વિરુદ્ધ થઈ રહેલી મીડિયા ટ્રાયલ તથા જેલની પરિસ્થિતિઓનો હવાલો આપ્યો હતો.

ચુકાદા બાદ માલ્યાએ ટ્વિટર ઉપર લખ્યું, "આજે કોર્ટમાં મારી તરફેણમાં ચુકાદો આવ્યો છતાં ફરી એક વખત કહું છું કે કિંગફિશર ઍરલાઇન્સે બૅન્કો પાસેથી જે નાણાં લીધા હતા તે પૂર્ણપણે ચૂકવવા તૈયાર છું."
 
"મહેરબાની કરીને પૈસા લઈ લો. હું ધીરાણ આપનારાઓ તથા કર્મચારીઓની પણ બાકી નીકળતી રકમ ચૂકવી દેવા માગું છું."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર