આ કારણે જાહેરમાં ટૉપલેસ થઈ ગયાં પ્રખ્યાત ગાયિકા મોને
સોમવાર, 18 નવેમ્બર 2019 (11:04 IST)
લાસ વેગાસમાં 36 વર્ષીય પ્રખ્યાત ગાયિકા અને ગીતકાર રેડ કાર્પેટ પર આવ્યાં અને પોતાના દેશમાં પોલીસની ક્રૂરતા સામે લોકોએ કરેલા વિરોધ પ્રદર્શનને મૂક રહીને જબરદસ્ત સમર્થન જાહેર કર્યું.
મોન લાફ્રર્તે રેડ કાર્પેટ પર ચાલતાં ચાલતાં એક સ્થળે રોકાઈ ગચાં તેમણે પોતાનું જાકીટ કાઢી નાંખી બ્રેસ્ટ લોકો આગળ ખુલ્લા કર્યા. જેનાં પર લખેલું હતું - ચિલીમાં તેઓ રેપ, દમન કરવાની સાથે લોકોને મારી રહ્યા છે.
ચિલીના પ્રખ્યાત ગાયિકા અને ગીતકાર મોન લાફર્તે લેટિન ગ્રેમી ઍવૉર્ડના શોમાં બેસ્ટ ઑલ્ટરનેટિવ આલ્બમની શ્રેણીમાં ઍવૉર્ડ લેવા માટે આવ્યાં હતાં.ચિલીનાં સિંગર મોન લાફર્તે લેટિન ગ્રૅમી શો દરમિયાન ટૉપલેસ થયાં હતાં. આવું તેઓએ સરકારવિરોધી પ્રદર્શનના સમર્થનમાં કર્યું હતું.
ચિલીમાં લોકો એક મહિનાથી વધારે સમયથી સરકારી ઉપેક્ષા અને આર્થિક અસમાનતા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધ-પ્રદર્શનમાં 20થી વધુ લોકોનાં મોત થયાં છે. જેમાં પાંચનાં મોત સુરક્ષાદળોના હાથે થયા છે. સુરક્ષાદળો પર દમન, રેપ અને હિંસા ભડકાવવાના ગંભીર આરોપ છે.
પોલીસ તરફથી પૅલેટગનના ઉપયોગને કારણે સેંકડો લોકોએ પોતાની આંખો ગુમાવી છે. હજારો લોકોની ધરપકડ કરાઈ છે. જોકે બાદમાં તેમને છોડી દેવાયા હતા. મોન લાફર્તે લેટિન ગ્રૈમી ઍવૉર્ડમાં બેસ્ટ અલ્ટર્નેટિવ આબલમ ઍવૉર્ડ લેવા આવ્યાં હતાં. તેઓએ આ ઍવૉર્ડ ચિલીના લોકોને સમર્પિત કર્યો છે.
મોને આ ઍવૉર્ડ સાથે પોતાની એક તસવીર ઇંસ્ટાગ્રામ પર મૂકી છે. જેમાં લખ્યું છે, "મારું શરીર એક મુક્તિ માતૃભૂમિ માટે આઝાદ છે."
ખેલાડીઓ પણ સમર્થનમાં આવ્યા
ચિલીના કલાકારો, ખેલાડીઓ અને મહિલાઓએ સરકારવિરોધી પ્રદર્શનમાં ખુલ્લેઆમ લોકોનો સાથ આપ્યો છે.
ચિલીમાં પ્રદર્શનની શરૂઆત મેટ્રોના ભાડા વધવાથી થઈ હતી, પરંતુ બાદમાં આ પ્રદર્શન પ્રાથમિક મુદ્દાઓને લઈને વ્યાપક થઈ ગયું.
પ્રદર્શનકારીઓની માગ એ પણ છે કે તાનાશાહ ઑગસ્ટ પિનોચેટ જે રાજનીતિ અને આર્થિક અર્થવ્યવસ્થાને સ્થાપિત કરી છે તેને બદલવામાં આવે. ચિલીના રાષ્ટ્રીય ટીમના ફૂટબૉલ ખેલાડીઓએ આવતાં અઠવાડિયે પેરુ સામે યોજાનારી મૅચ નહીં રમવાનો નિર્ણય કર્યો છે.
ચિલીના ફૂટબૉલ ટીમના કૅપ્ટન ગૈરી મેડલે કહ્યું, "અમે ફૂટબૉલર છીએ, પરંતુ સૌપ્રથમ અમે જનતા અને નાગરિક છીએ. અમારા માટે મંગળવારની ફૂટબૉલ મૅચ કરતાં ચિલી મહત્ત્વનું છે."
પ્રદર્શનકારીઓનું અન્ય ઘણા ખેલાડીઓએ પણ સમર્થન કર્યું છે. ચાર્લ્સ અરૈંગીઝે કહ્યું કે હાલમાં બહુ મુશ્કેલી પરિસ્થિતિ છે અને એ જોતાં અમારે મૅચ ન રમવી જોઈએ. ગત મહિને ચિલીના રાષ્ટ્રપતિ સેબેસ્ટિન પિન્યેરાએ આખી કૅબિનેટને સસ્પેન્ડ કરી હતી. રાષ્ટ્રપતિ પ્રિન્યેરાએ નવી સરકાર રચવાનો આદેશ આપ્યો હતો.
રાષ્ટ્રપતિએ સામાજિક સુધારા લાગુ કરવાની વાત કરી હતી, જેની પ્રદર્શનકારીઓ માગ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું, "મેં કૅબિનેટના બધા મંત્રીઓને કહ્યું છે કે કૅબિનેટનું ફરીથી ગઠન થશે."
જોકે હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે કેવા ફેરફાર થશે.ચિલીની રાજધાની સેન્ટિયાગોમાં દસ લાખથી વધુ લોકો પ્રદર્શનમાં સામેલ થયા હતા. આ પ્રદર્શન અંગે કહેવાયું કે આ સોશિયલ જસ્ટિસ માટે છે.
આ પ્રદર્શન બાદ રાષ્ટ્રપતિ પિન્યેરાએ કહ્યું હતું, "મેં રસ્તા પર ઊઠી રહેલી માગોને સાંભળી છે. આપણે એક નવા સત્યનો સામનો કરી રહ્યા છીએ."
"એક અઠવાડિયા પહેલાં જે ચિલી હતું તેનાથી હવેનું સાવ અલગ છે."
રાષ્ટ્રપતિએ ચિલીનાં ઘણાં શહેરોમાં લાદેલાં કરફ્યુને ખતમ કરવાની જાહેરાત કરી છે. આ કરફ્યુ એક અઠવાડિયાથી લાગુ હતાં.
પ્રદર્શનની પૃષ્ઠભૂમિ શું છે?
ચિલીમાં મેટ્રોનાં ભાડાં વધતાં વિરોધ-પ્રદર્શનની શરૂઆત થઈ હતી. પરંતુ આ વિરોધ-પ્રદર્શન સરકાર સામેની કેટલીય નારાજગી અને વધતી અસમાનતાને કારણે વ્યાપક થઈ ગયું.
લોકો વધતી મોંઘવારીથી નારાજ તો હતા, પરંતુ તત્કાળ કારણ લાંબા સમયથી લોકોના અસંતોષને રસ્તા પર લાવવામાં સફળ રહ્યું.
છેલ્લા એક મહિનામાં ચિલીમાં ઘણી ઊથલપાથલની સ્થિતિ રહી. 10 હજારથી વધુને લોકોની ધરપકડ થઈ છે. સેનાએ સેન્ટિયાગોની સુરક્ષા હાથમાં લીધી છે.કટોકટી જેવી સ્થિતિ પેદા થઈ છે અને હજારો પોલીસદળ રસ્તા પર તહેનાત કરી દેવાયા છે.
ચિલી લેટિન અમેરિકાનો ધનિક દેશ છે, પરંતુ અહીં ભયાનક અસમાનતા છે.ઑર્ગેનાઇઝેશન ફોર ઇકૉનૉમિકના કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમૅન્ટ એટલે કે ઓઈસીડીના કુલ 36 સભ્ય દેશમાં ચિલી એક એવો દેશ છે જ્યાં આવકમાં બહુ અસમાનતા છે.
બુધવારે રાષ્ટ્રપતિએ પ્રદર્શન સમેટવા માટે એક સુધારપૅકેજની જાહેરાત કરી હતી. જેમાં પ્રાથમિક પેન્શન અને લઘુતમ મજૂરી વધારવાની વાત હતી.