રાજનાથ સિંહ : પરમાણુ હથિયાર પહેલા ન વાપરવાની નીતિ બદલી શકે છે

શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (17:12 IST)
ભારત મક્કમ છે, 'પરંતુ ભવિષ્યમાં તેના ઉપર યથાવત્ રહે છે કે નહીં તે સંજોગો ઉપર આધાર રાખે છે.'
પાંચમી ઇન્ટરનેશનલ આર્મી સ્કાઉટ માસ્ટર્સ કૉમ્પિટિશન માટે પોખરણ પહોંચેલા રાજનાથસિંહે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે આ વાત કહી, એટલું જ નહીં, પરંતુ પાછળથી કેટલાંક ટ્વીટ પણ કર્યાં.
રાજનાથે ટ્વીટ કર્યું, "પોખરણ એ દેશને પરમાણુ-સંપન્ન રાષ્ટ્ર બનાવવાના ભારતના નિર્ધારનું સ્થળ છે. અમે હજુ પણ 'સૌ પહેલાં ઉપયોગ નહીં' કરવાના સિદ્ધાંત અંગે પ્રતિબદ્ધ છીએ."
"ભારત તેનું દૃઢતાપૂર્વક પાલન કરી રહ્યું છે. ભવિષ્યમાં શું થશે તે પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે."
આ સાથે જ તેમણે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી.
 
રાજનાથસિંહે ટ્વિટર પર લખ્યું, "આજે પોખરણ ગયો હતો અને ભારતના પૂર્વ વડા પ્રધાન તથા સ્વતંત્ર ભારતના દિગ્ગજોમાંથી એક અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતી નિમિતે શ્રદ્ધાંજલિ આપી."
આ સિવાય રાજનાથે લખ્યું, "ભારત જવાબદાર પરમાણુ રાષ્ટ્ર છે, જે દરેક ભારતીય નાગરિક માટે રાષ્ટ્રીય ગર્વની બાબત છે. રાષ્ટ્ર અટલજીની મહાનતા માટે ઋણી રહેશે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર