નવરાત્રીને લઈને સરકાર અને અદાલતના આદેશને માનવાનો ઇન્કાર કર્યો

રવિવાર, 29 સપ્ટેમ્બર 2019 (10:24 IST)
ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મધ્ય પ્રદેશ સરકાર અને કોર્ટના આદેશને માનવાનો ઇન્કાર કરીને કહ્યું કે નવરાત્રિ પર સ્પીકર-ડીજે વાગશે.
એનડીટીવીનો અહેવાલ કહે છે કે ભોપાલનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે નવરાત્રિ પર લાઉડ સ્પીકર અને ડીજે મોડે સુધી વગાડવા પર કહ્યું કે શું બધા નિયમો અને કાયદાઓ માત્ર હિંદુઓ માટે છે. અમે તેને નહીં માનીએ. આ નવરાત્રિમાં અમે લાઉડ સ્પીકર-ડીજે બધું વગાડીશું. કોઈ ગાઇડલાઇન્સ નથી.
જ્યારે તેમને લાઉડ સ્પીકર મામલે કોર્ટના આદેશની યાદ અપાવવામાં આવી તો કહ્યું કે તેમને કોર્ટનો આ નિર્ણય મંજૂર નથી.
મધ્ય પ્રદેશ સરકારે રાજ્યમાં નવરાત્રી આયોજકો પાસેથી સોગંદનામાની માગણી કરતા આ અંગે વિવાદ થયો છે. સરકારે સુરક્ષાના હેતુથી ઊંડા પાણીમાં નાવ લઈને જવા અંગે નિયમો બનાવ્યા છે.
મધ્ય પ્રદેશ સરકારે નવરાત્રીની ઉજવણી અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે.
આ વિવાદ થતા મુખ્ય મંત્રી કમલનાથે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર