બીબીસી ઈંડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર એવોર્ડની નામાંકિતોની જાહેરાત
મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (16:03 IST)
બીબીસી ન્યુઝ દ્વારા દિલ્હીમાં વર્ચુઅલ પ્રેસ કૉન્ફરન્સમાં આ વર્ષના બીબીસી ઈંડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર એવોર્ડ માટે પાંચ નામાંકિતોના નામ જાહેર કર્યા છે.
આ નમાઅંકિતોને પ્રખ્યાત રમત પત્રકારો, નિષ્ણાતો અને બીબીસી સંપાદકોના નિર્ણાયકો દ્વારા જાહેર કર્યા છે.
હવે મતદાન ખુલ્યુ છે અને તમે બીબીસી ઈંડિયન લેંગ્વેજ સર્વિસ પ્લેટફોર્મ પર અને બીબીસી સ્પોર્ટ્સ વેબસાઈટ પર જઈને આ વર્ષના તમારા પ્રિય ભારતીય મહિલા રમતવીરને મત આપી શકો છો.
પાંચ નામાકંતિઓના નામ આ રહ્યા
દુતી ચંદ - એથ્લેટિક્સ
કોનેરુ હમ્પી - ચેસ
માનુ ભાકર - શૂટિંગ
રાન - હોકી
વીનેશ ફોગાટ - રેસલિંગ
બીબીસીના ભારતીય ભાષા સર્વિસના વડા રૂપા ઝાએ કહ્યુ હુ આશા રાખુ છુ કે વિશ્વભરમાં લોકો આ વર્ષના ઈંડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર એવોર્ડમાં ભાગ લે અને પોતાના મનપસંદ મહિલા પ્લેયરને મત આપે. જેણે કપરા સમયમાં પણ રમતમાં સારુ પ્રદર્શન કર્યુ છે.
બીબીસી બિઝનેસ ડેવલોપમેંટ (એશિયા)ના વડા ઈંડુ શેખર સિંહા કહે છે, મને આનંદ છે કે અમે બીજા વર્ષે પ્રતિષ્ઠિત એવોર્ડની ઉજવણી કરી રહ્યા છે અને સ્પોર્ટ્સ હેકાથૉન અને ઈંડિયન ચેન્જમેકર સિરીઝનો હેતુ રમતમાં પ્રતિભાશાળી અને ઉભરતી મહિલાઓની ઉપસ્થિતિ વધારવાનો છે.
નામાકિંતોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
દુતી ચંદ - આ વર્ષે ફરીથી બીબીસી એવોર્ડ માટે નામાંકિત થતા હુ ખુશ છુ એ જોઈને આનંદ થાય છે કે હવે ભારતના લોકોમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ વધી રહી છે, ઘણા ખેલાડીઓ પ્રસિદ્ધિ મેળવી રહ્યા છીએ પૈસા કમાઈ રહ્યા છે અને દેશને ગૌરવ અપાવી રહ્યા છે.
માનુ ભાકર - મારા માટે આ બધુ મહત્વનુ છે. કેમ કે આ પ્રશંસા મારા પોતાના લોકો તરફથી આવી રહી છે. લોકો મારા પ્રદર્શનની પ્રશંસા કરે કહ્હે અને મારી સખત મહેનતને ઓળખે છે, જે મારા માટે મહત્વનુ છે, દિલથી આભાર.
કોનેરી હમ્પી - એવોર્ડ જીતવા કરતા નામાંકન મેળવવુ એ મારા માટે સફળતા છે, મને લાગે છે કે રમતમાં હારજીતનો વિચાર કરવા કરતા સ્પર્ધા કરવી ખૂબ મહત્વની છે અને એ પણ આ મહામારીમાં, BBC ISWOTY અમને ખુશ રહેવાની અને વિશ્વના અન્ય ખેલાડીઓ અને લોકો સાથે ઉજવણી કરવાની તક આપી રહી છે.
રાની - એ બહુ આનંદની વાત છે કે મહિલા એથ્લીટો હવે તેમની સિદ્ધિઓને આધારે ઓળખાય છે. હુ બધી મહિલાઓને વિનંતી કરુ છુ કે ઓછામાં ઓછી એક રમત અપનાવે, કેમ કે રમત તમને શારીરિક અને માનસિક રીતે મદદ કરશે.
વીનેશ ફોગાટ - કુસ્તી જોઈને મારા ગામના લોકો પ્રશ્ન કરતા હતા, તમે છોકરીઓને શુ બનાવો છો, પરંતુ હવે જ્યારે કોઈ છોકરીનો જન્મ થયા છે ત્યારે તેઓ કહે છે કે કોઈ સમસ્યા નથી. અમે તેને કુસ્તીબાજ બનાવીશુ. અમારા ચંદ્રકો દ્વારા અમે આ પરિવર્તન લઆવ્યા છીએ અને જો આપને છોકરીઓના જીવનમાં કોઈ પરિવર્તન લાવી શકીએ તો એ મારા માટે મેડલથી કમ નથી.
મતદાનની માહિતી
દરેક લોકો BBC News, BBC Hindi, BBC Marathi, BBC Gujarati, BBC Punjabi, BBC Tamil, BBC Telugu.
મતદાનનો સમય વિશ્વભરમા 24 ફેબ્રુઆરી (ભારતીય સમય મુજબ 23:30) અને 18:00 વાગ્યા (GMT) સુધી રહેશે.
બીબીસી ઈંડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર એવોર્ડની જાહેરાત 8 માર્ચ વર્ચુઅલ એવોર્ડ સેરેમનીથી કરાશે, જેમા લાઈફટાઈમ એચિવમેંટ એવોર્ડ અને ઈમજિંગ પ્લેયર એવોર્ડની પણ જાહીરાત કરાશે.
બીબીસી સ્પોર્ટ્સ હેકાથૉન (18મી ફેબ્રુઆરી) : બીબીસીએ પણ જાહેરાત કરી છે કે એક સ્પોર્ટર્સ હેકાથોનનુ આયોજન કરશે, જેમા અંગ્રેજી અને છ ભારતીય ભાષાઓમાં 50 ભારતીય મહિલા ખેલાડીઓ અંગે વિકિપીડિયા પર 300થી વધુ નવી એંટ્રી કરી શકસહે. બીબીસી હેકાથૉનમાં દિલ્હી, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાના, તમિલનાડુ અને પોંડિચેરીથી 13 સંસ્થાઓના પત્રકારત્વના વિદ્યાર્થીઓ ભાગ લેશે.
ઉદાહરણ તરીકે પેરા બેડમિન્ટન સ્ટર માનસી જોશીની વિકિપીડિયા પ્રોફાઈલમાં તેમની રમતગમતની સિદ્ધિઓ અંગ્રેજી ભાષામા પહેલીથી વધુ વિગત સાથે ઉમેરી દેવામાં આવી છે અને હિન્દીમાં નવી એન્ટ્રી કરવામાં આવી છે.
18મી ફેબ્રુઆરીએ સ્પોટર્સ હેકાથોનને બીબીસીની ભારતીય ભાષા સેવાઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર LIVE કરવામાં આવશે.
ધ ઈંડિયન ચેન્જમેકર્સ - આ વિશેષ સિરીઝ પાંચ પ્રેરણાદાયી ભારતીય મહિલા ખેલાડીઓના સફરને રજુ કરે છે, જેઓ વિવિધ રાજ્યોમાંથી આવે છે. તેમણે વિવિધ પડકારોનો સામનો કરીને પોતાની અંદર પરિવર્તન આણ્યુ છે.