બજરંગ દળના પ્રમુખ વિનય કટિયારે મંગળવારે સુપ્રીમ કોર્ટ દ્વારા રમેશ ચંદ્ર ત્રિપાથીની અપીલને રદ્દ કરતા ઈલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચને નિર્ણય સંભળાવવાનો અધિકાર આપવા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યુ કે હું ન્યાયિક નિર્ણયનુ પૂર્ણ સન્માન કરુ છુ. આ નિર્ણય સારો છે કે ખરાબ , તેનો પ્રશ્ન જ ઉભો થતો નથી. અમને રામની જન્મભૂમિ જોઈએ છે અને તે અમને મળવી જોઈએ.
કટિયારે એ પણ કહ્યુ કે પહેલા લખનૌ બેંચ 24 સપ્ટેમ્બરના રોજ નિર્ણય સંભળાવવાની હતી, પરંતુ તેને આગામી 4 દિવસો માટે ટાળી દેવામાં આવ્યો હતો. હવે તેની શોધ થવી જોઈએ, કે આ ટાલમટોલની પાછળ કંઈ તાકતો કામ કરી રહી હતી ?
કટિયારે કહ્યુ કે અમે રામજન્મ ભૂમિ પર મંદિર બનાવવાની ભાવના આજે પણ અમારા દિલોમાં રાખીએ છીએ. જેને માટે સંસદમાં બિલ લાવવુ જોઈએ. તેમણે કહ્યુ કે હવે અમે એ જોવાનુ છે કે હાઈકોર્ટ આવનારા દિવસોમાં શુ નિર્ણય સંભળાવે છે.