રામ મંદિર નિર્માણ માટે અયોધ્યામાં 5 ઓગસ્ટ બુધવારે ભૂમિ પૂજન થવા જઈ રહ્યુ છે. ભૂમિ પૂજનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર પણ ભાગ લેશે. પણ શુ તમે જાણો છો કે ભૂમિ પૂજન કેમ કરવામાં આવે છે. હિંદ ધર્મ મુજબ તેનુ શુ મહત્વ છે. ધાર્મિક માન્યતા છે કે કોઈ પણ ઈમારતના નિર્માણ પહેલા એ સ્થાનનુ ભૂમિ પૂજન કરવુ જરૂરી છે. આવુ કરવાથી એ સ્થાનમાં આવનારા બધા અવરોધ દૂર થઈ જાય છે.
ભૂમિ પૂજન કરવાનુ કારણ
હિંદુ ધર્મ મુજબ ભૂમિને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભૂમિ વંદનીય અને પૂજનીય છે. માતૃભૂમિમાં કોઈપણ પ્રકારનુ નિર્માણ કાર્ય કરતા પહેલા ભૂમિનુ પૂજન થાય છે. જે ભૂમિ પર નિર્માણ થાય છે જો એ ભૂમિ પર કોઈપણ પ્રકારનો કોઈ દોષ છે કે એ ભૂમિના માલિક દ્વારા કોઈ ભૂલ થઈ છે તો આવામાં ભૂમિ પૂજનથી ધરતી માતા દરેક પ્રકારના દોષ અને ભૂલોને માફ કરી દે છે.