વૃશ્ચિક વાર્ષિક રાશીફળ 2016 - જાણો કેવુ રહેશે વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષ 2016

શનિવાર, 26 ડિસેમ્બર 2015 (00:02 IST)
ભવિષ્યફળ વિશે ચર્ચા કરતા પહેલા એ જરૂરી છે વર્ષ 2016માં ગ્રહોની સ્થિતિયોનો અભ્યાસ કરવામાં આવે. કારણ કે સમગ્ર ભવિષ્યફળ ગ્રહોની ચાલ પર જ નિર્ભર છે. એ તમે સારી રીતે જાણો છો. ગ્રહોની સ્થિતિયો પર નજર નાખીએ તો વર્ષની શરૂઆતમાં શનિ વૃશ્ચિકમાં અને ગુરૂ સિંહમાં પ્રવેશ કરી રહ્યા છે. રાહુ અને કેતુ પોતાની વર્તમન અવસ્થામાં રહેનવા ઉપરાંત મતલભ 31 જાન્યુઆરી પછી ક્રમશ સિંહ અને કુંભમાં પ્રવેશ કરશે.  સંપૂર્ણ રીતે વૈદિક જ્યોતિષ પર આધારિત આ ભવિષ્યફળને વાચ્યા પછી તમે વર્ષ 2016માં થનારી ગતિવિધિયો પ્રત્યે પહેલાથી જ પરિચિતિ થશો અને અમને વિશ્વાસ છે કે આ ભવિષ્યફળ નવા વર્ષમાં તમારે માટે દરેક પગલે મદદરૂપ સાબિત થશે. 
 
પારિવારિક જીવન - વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2015નુ રાશિફળ. નવા વર્ષમાં પરિવાર સાથે સંબંધો સારા રહેવાના છે. ભાઈ બહેન અને ચાહકો તરફથી ખુશીઓ મળવાની છે. આ લોકો સાથે તમે તમારો તાલમેલ પણ કાયમ રહેશે.  જો કે વર્ષના કેટલાક દિવસોમાં તમને સતત ઉતાર ચઢાવનો સામનો પણ કરવો પડશે. પણ ઓગસ્ટ પછી તમે પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે. પણ તેનાથી પુર્ણ સાવચેત રહેવુ પણ જરૂરી છે. માતા સાથે સંબંધ સારા નહી રહે. કારણ કે હંમેશા કંઈક ને કંઈક વિવાદ થવાની શક્યતા છે. પણ પિતા સાથે ઠીક તેનાથી ઉંધુ થશે. પિતાનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે.  સંતાન તરફથી ખુશી મળશે. પણ તેમનુ જીદ્દી વલણ ક્યારેક ક્યારેક પરેશાન કરી શકે છે.  જો વૈવાહિક જીવનમાં તમે ખુશીઓ લાવવા માંગો છો તો જીવનસાથી સામંજસ્ય સ્થાપિત કરવાની કોશિશ કરો. 
 
સ્વાસ્થ્ય - આ વર્ષે તમને કોઈ શારીરિક પરેશાની થવાની નથી. પણ આળસને કારણે તમારી દિનચર્યા પ્રભાવિત થઈ શકે છે. કામને આગળ ટાળવા વિશે વિચારશો. સ્વભાવ ચિડચિડો થઈ શકે છે. તેને જલ્દી ત્યાગવાનો પ્રયસ કરો. હ્રદય અને પેટ સંબંધી કેટલીક પરેશાની થઈ શકે છે. પગમાં પણ દુખાવો થવાથી બે-ચાર થવુ પડી શકે છે. તેથી આ વર્ષે આરોગ્યને લઈને થોડા સજગ રહો. 
 
આર્થિક જીવન - ગુરૂ તમારા બીજા ભાવ મતલબ ધનભાવનો સ્વામી છે. આ વર્ષે આ ઘણા દિવસો સુધી રાહુની સાથે પણ રહેવાનો છે.  આ સમય તમારી જમાપૂંજી પ્રત્યે પુર્ણ સાવધાની રાખો. 11 ઓગસ્ટ પછી ગુરૂ રાહુથી શ્રેષ્ઠ થઈ જશે. ત્યારબાદ તમે કોઈપણ પ્રકારનું રોકાણ કરી શકો છો. નિશ્ચિત રૂપે લાભ થશે.  તેમા કોઈ શંકા નથી. શેર બજારમાં સારો લાભ થવાની શક્યતા છે. તેથી તેમા તમારી ભાગીદારી કાયમ રાખો.  જો ગુરૂની અંતરદશ્સા કે મહાદશા ચાલી રહી છે તો અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે છે. ઓગસ્ટ પછીનો સમય તમારી મુઠ્ઠીમાં રહેવાનો છે. 
 
નોકરિયાત - રાહુનું દસમાં ભાવમાં હોવુ અને ગુરૂ સાથે તેની યુતિ તમારી મુશ્કેલીઓનું કારણ બની શકે છે. કાર્યસ્થળ પર બધા ખોટા કાર્યો માટે તમારું અહંકાર ભરેલુ વલણ જવાબદાર રહેશે. ઓગસ્ટ સુધી તમારા ગુસ્સા પર કાબૂ રાખો નહીતો તેના ભયંકર પરિણામ ભોગવવા પડી શકે છે. કોઈ વરિષ્ઠ સાથે તકરાર થવાની પ્રબળ શક્યતા છે. તેથી આ પ્રકારના વિવાદોથી બચવા માટે તમારા સ્તર પર પુર્ણ સાવધાની રાખો. 
 
વેપાર - વેપારમાં આ વર્ષે તમે સારા નફાની આશા કરી શકો છો. ગેરકાયદેસર સ્ત્રોતોમાંથી પણ બમણો નફો થવાનો છે. નાના વ્યવસાયમાંથી પણ તમે સારો નફો કમાવશો. તેથી તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ વર્ષે ભાગ્ય તમારી દરેક રીતે મદદ કરવાનુ છે. મિત્રો અને ચાહકોની મદદથી તમારા અનેક મહત્વપુર્ણ કાર્ય પુરા તહ્શે. જો કે તેમ છતા પણ વર્ષના કેટલાક દિવસોમાં મુશ્કેલી વધી શકે છે.   વ્યાપરિકા ભાગીદારો સાથે તર્ક-વિતર્ક થઈ શકે છે અને તે તમને દગો પણ આપી શકે છે. ટૂંકમાં તમારે સંપૂર્ણ રીતે સાવધ રહેવાની જરૂર છે.  
 
પ્રેમ સંબંધ - પ્રેમ સંબંધો દ્વારા પ્રસન્નતા મળવાની છે. પણ ઓગસ્ટ પછી. આ પહેલા તમારા સંબંધોને કાયમ રાખવા માટે એક બીજાને સમજવાનો પુર્ણ પ્રયત્ન કરો અને સમજીવિચારીને કામ લો. એક એવો પણ સમય આવશે જ્યારે તમારી બંને વચ્ચે વાતચીત બંધ થઈ શકે છે. આવા સમયમાં હાથ પર હાથ મુકીને બેસીવાને બદલે આ સમસ્યાને દૂર કરવાનો વિકલ્પ શોધવો વધુ યોગ્ય રહેશે. ભલે જેવુ પણ હોય એક બીજા વચ્ચેના અંતરન દૂર કરવાનો પ્રયત્ન કરો. જો કે ઓગસ્ટ પછી બધુ સારુ થઈ જશે અને તમે એકબીજા સાથે જોડાયેલા અનુભવશો.
 
સેક્સ લાઈફ - સેક્સ લાઈફ સારી રહેવાની છે. યૌન સુખોનો આનંદ તમને આખુ વર્ષ મળવાનો છે. સંબંધોમાં પ્રગાઢતા આવશે અને આ તમને આત્મસંતુષ્ટિ પ્રદાન કરશે. જીવનસાથી સાથે વૈવાહિક જીવનનો ભરપૂર આનંદ મળશે અને શારીરિક સુખોની પણ પ્રાપ્તિ થશે. અપ્રાકૃતિક ક્રિયાઓ પ્રત્યે તમારુ વલણ થઈ શકે છે. પણ તેનાથી દૂર જ રહો તો સારુ રહેશે. 
 
સાવધાની રાખવાના દિવસો - આખા વર્ષમાં જ્યારે પણ ચંદ્રમા મિથુનની સાથે હોય તો બધા પ્રકારની યાત્રા સ્થગિત કરી દો. બીજી બાજુ ચંદ્રમા સિંહ, વૃશ્ચિક અને કુંભમાં પ્રવેશ કરવાના મુખ્ય નિર્ણયોને થોડા દિવસો માટે ટાળી દો. 9 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી, 7 માર્ચથી 6 એપ્રિલ, 1 મે થી 17 મે, 25 જૂનથી 20 જુલાઈ, 7 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર,  8 ઓક્ટોબરથી 29 નવેમ્બર અને 22 ડિસેમ્બર 2016થી 5 જાન્યુઆરી 2017 સુધી કોઈ પ્રકારનુ મોટુ રોકાણ કરવુ અને મુખ્ય નિર્ણય લેવાથી સંપૂર્ણ રીતે ટાળો. 
 
ઉપાય - તમારે માટે સૌથી સારો ઉપાય એ જ રહેશે કે તમે હનુમાન ચલીશાનો નિયમિત પાઠ કરો. તમારી આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખો અને લોકોની ઈર્ષા કરવાથી દૂર રહો. આનાથી તમારા સમય વેડફાવવા સિવાય તમને કશુ મળવાનુ નથી.  તેથી ઈર્ષાનો ત્યાગ કરવાનો પુર્ણ પ્રયાસ કરો.  

વેબદુનિયા પર વાંચો