હિંદુ નવવર્ષ વિક્રમ સંવત્સર 2073 રાશિફળ - જાણો કંઈ રાશિ પર છે શનિની નજર, શુ થશે અસર ?

ગુરુવાર, 7 એપ્રિલ 2016 (18:02 IST)
8 એપ્રિલ શુક્રવારથી હિંદુ નવવર્ષ વિક્રમ સંવત્સર 2073 શરૂ થઈ રહ્યો છે. આ સંવત્સરનુ નામ સૌમ્ય છે. આ સંવત્સરના રાજા શુક્ર અને મંત્રી બુધ છે. જ્યોતિષિયોનુ માનીએ તો આ હિન્દુ નવ વર્ષમાં શનિદેવનો વિશેષ પ્રભાવ બધી રાશિયો પર જુદા જુદા જોવા મળશે. 
 
વર્તમાનમાં શનિ વૃશ્ચિક રાશિમાં વક્રીય સ્થિતિમાં છે. જે 13 ઓગસ્ટ પુન: માર્ગી થઈ જશે. આ સમય તુલા, વૃશ્ચિક અને ધન રાશિ શનિની સાઢેસાતીની પીડિત છે. બીજી બાજુ સિંહ અને મેષ પર શનિની ઢૈય્યાનો પ્રભાવ છે. 
 





મેષ રાશિ - વિક્રમ સંવત્સર 2073માં શનિ વૃશ્ચિક રાશિમાં રહેશે.  આ વર્ષે મેષ રાશિવાળા પર શનિની ઢૈય્યાનો પ્રભાવ રહેશે.   આઠમા સ્થાનની ઢૈય્યા વિપરીત ફળ આપનારી રહેશે. કામ-કાજમાં રુકાવટ અને અડચણોની સ્થિતિયા બનશે.  આઠમા સ્થાન પર શનિ હોવાથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે.  શત્રુ તમને નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે.  પાર્ટનરશિપમાં નુકશાન થઈ શકે છે.  વેપારમાં તમારી સૂઝબૂઝથી તમે નફો વધારી લેશો. કોઈપણ પણ વધુ વિશ્વાસ ન કરો. 
 
13 ઓગસ્ટ 2016 સુધી શનિની વક્ર સ્થિતિમાં રહેવાને કારણે સર્જરી કરવાની સ્થિતિ બની શકે છે કે પછી અન્ય કોઈ કારણથી હોસ્પિટલના ચક્કર લગાવવા પડી શકે છે.  બૉસના કોઈવાત પર બોલચાલ થઈ શકે છે. કોઈ ખાસ વ્યક્તિથી વિરહ ઝીરવવો પડી શકે છે. તમારી સંપૂર્ણ ક્ષમતા અને યોગ્યતાનો ઉપયોગ કર્યા પછી પણ શનિની ઢૈય્યાનુ કારણ પરિણામ આશાજનક નહી રહે. 
 
ઉપાય 
 
1. સવા પાંચ રત્તીનો નીલમ કે ઉપરત્ન (ભૂરો) સોના, ચાંદી કે તાંબાની અંગૂઠીમાં અભિમંત્રિત કરાવીને ધારણ કરો. 
2. શનિ યંત્રની સાથે નીલમ કે ફિરોજા રત્ન ગળામાં લોકેટની આકૃતિમાં પહેરી શકો છો. આ ઉપાય પણ ઉત્તમ છે. 
3. કોઈપણ વિદ્વાન બ્રાહ્મણથી કે સ્વયં શનિના તંત્રોક્ત, વૈદિક મંત્રોના 23000 જાપ કરો કે કરાવો. આ છે શનિના તંત્રોક્ત મંત્ર 
ऊं प्रां प्रीं स: श्नैश्चराय नम:
 
4. શનિવારે વ્રત કરો અને કીડીઓને લોટ ખવડાવો 
5. જૂતા, કાળા કપડા, મોટુ અનાજ અને લોખંડના વાસણનું દાન કરો. 
વૃષભ રાશિ - વિક્રમ સંવત્સર 2073માં શનિ તમારી રાશિથી સાતમા સ્થાન પર રહેશે. શનિની આ સ્થિતિ મળતાવડુ ફળ આપનારી રહેશે.  વેપારમાં લાભ થશે.  પૈસા આવશે. પણ ટકે નહી. પતિ-પત્નીમાં તણાવનું કારણ દાંપત્ય જીવનમાં પરેશાનીનો સામનો કરવો પડશે. કેરિયર અને નોકરી માટે કરવામાં આવેલ પ્રયાસોનુ ફળ સમય રહેતા જ મળી જશે. 
 
આ વર્ષે ઘરમાં કોઈ શુભ કામના યોગ બની રહ્યા છે. નવુ વાહન ખરીદી શકો છો. પરિવારના સભ્યોની સંખ્યા પણ વધી શકે છે.  જરૂર કરતા વધુ ખર્ચ ન કરવામાં જ ભલાઈ છે. 13 ઓગસ્ટ સુધી શનિના વક્રી થવા દરમિયાન પ્રેમી-પ્રેમિકામાં ગેરસમજ અને દાંમ્પત્ય જીવનમાં તણાવની સ્થિતિ બની શકે છે. વેપારમાં સમજદારીથી નિર્ણય લેવાની જરૂર છે.  આ સમય વેપાર વધવા માટે ઉત્તમ છે. શત્રુ તમારુ નુકશાન કરવાની કોશિશ કરશે. પણ સફળ નહી થાય.  પરિવારમાં સુખ શાંતિ વધશે. કોઈ મોટા માણસનો સાથ મળશે. 
 
ઉપાય 
 
- શનિવારના કાળા ધોડાની નાળ કે સમુદ્રી નાવની કીલથી લોખંડની અંગૂઠી બનાવો. તેને તિલ્લીના તેલમાં સાત દિવસમાં શનિવારથી શનિવાર સુધી રાખો અને તેના પર શનિ મંત્રના 23000 જાપ કરો.  શનિવારની સાંજે તેને ધારણ કરો. 
 
2. આ અંગૂઠી મધ્યમા (શનિની આંગળી)માં જ પહેરો અને તે માટે પુષ્ય, અનુરાધા, ઉત્તરા, ભાદ્રપદ અને રોહિણી નક્ષત્ર સર્વશ્રેષ્ઠ છે. 
 
3. કોઈપણ વિદ્વાન બ્રાહ્મણ પાસેથી ખુદ શનિના તંત્રોક્ત વૈદિક મંત્રોના 23000 જાપ કરો કે કરાવડાવો. 
 
મંત્ર - ૐ એ હ્લી શ્રીશનૈશ્ચરાય નમ : 
મિથુન રાશિ - તમારે રાશિ આખુ વર્ષ મજબૂત બનેલી છે. દરેક કાર્યમાં સફળતા સાથે આત્મવિશ્વાસ વધેલો રહેશે. વધુ સફળતાઓથી અતિઆત્મવિશ્વાસ પણ થઈ શકે છે. તેનાથી બચો. પરાક્રમમાં વૃદ્ધિ થશે અને સફળતા મળશે. કોઈ મોટુ કામ પણ થઈ શકે છે.  
 
પ્રોફેશન અને વેપાર -  જૂના રોકાણ અને જમીનથી લાભ અને વેપારમાં નફો થશે. નોકરીમાં પરિવર્તન શક્ય છે. 
અભ્યાસ -  મહેનત સફળ થશે પરિણામ સુખદ રહેશે અને અભ્યાસમાં મન લાગશ્ 
સ્વાસ્થ્ય - સ્ત્રીઓને સ્વાસ્થ્યનો લાભ મળશે. જૂના રોગોનો અંત થશે અને પ્રસન્નાતા મળશે. 
પ્રેમ - સંતાન તરફથી ખુશી પ્રાપ્ત થશે. માતા-પિતા અને જીવન સાથી અનુકૂળ રહેશે. 
શુ કરશો - ગરીબને કાચા ચોખા અને મગની દાળનું દાન કરો. 
કર્ક રાશિ - આત્મબળ મજબૂત રહેશે. પણ ચિંતાઓ વધુ હોવાની શક્યતા કાયમ રહેશે.  જોખમવાળા કામ ન કરો અને વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરો.  ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ખર્ચ વધુ અને આવક ઓછી રહેવાની શક્યતા છે. માર્ચ 2017માં ફરી સુધાર જોવા મળશે. 
 
પ્રોફેશન અને વેપાર કામમાં અનિયમિતાને કારણે નુકશાન થઈ શકે છે. સાચવીને રહો. વેપાર મધ્યમ રહેશે. 
શિક્ષા - મહેનત પછી પણ અપેક્ષિત પરિણામ મળવામાં શંકા છે. કોઈ નવો પ્રયોગ નિષ્ફળ થઈ શકે છે. 
સ્વાસ્થ્ય - તાવ અને શરદીની સમસ્યા થઈ શકે છે. 
પ્રેમ - સાથે સાથે મુલાકાત થશે સારો સમય પસાર થશે. વિવાહમાં આવી રહેલ અવરોધ દૂર થશે. 
શુ કરશો  - નિર્ધન બાળકને અભ્યાસની વસ્તુઓ જેવી કે પુસ્તક, કોપી, પેન, પેન્સિલ વગેરેનું દાન કરો.  
સિંહ રાશિ - ગુરૂ અને રાહુના ગોચર આવકમાં વધારો થવાની શક્યતા બનશે. જો કે શનિનો ઢૈય્યા ચાલી રહ્યો છે. તેથી કાર્ય કરતા પહેલા દરેક વાતને તપાસી લેવી ઠીક રહેશે.  ઓગસ્ટ પછી ગુરૂ દ્વિતીય થઈ જશે. રાહુ કાયમ રહેશે. આ સમય થોડો ચિંતાજનક થઈ શકે છે. 
 
પ્રોફેશન અને વેપાર - તેલ, કેમિકલ, ચામડી, લોખંડ વગેરેનુ કામ કરનારાઓ માટે સમય ખૂબ જ અનુકૂળ રહેવાની શક્યતા છે.  
અભ્યાસ - અભ્યાસને બદલે અન્ય વતો પર ધ્યાન જઈ શકે છે.  પરિણામ નબળુ થઈ શકે છે. 
સ્વાસ્થ્ય - હાથમાં વાગી શકે છે. અપચાની ફરિયાદ રહેશે. 
પ્રેમ - પ્રેમ સંબંધોમાં સુધાર આવશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. 
શુ કરશો - નિર્ધનને ધનનુ દાન આપો. 
કન્યા રાશિ - ઉચ્ચના શુક્રની દ્રષ્ટિ રાશિ પર છે. સમય અનુકૂળ રહેશે. અવરોધો સમાપ્ત થશે અને બધી તરફથી શુભ સમાચાર મળશે. આખા વર્ષમાં ઓગસ્ટ પછી કામની અધિકતા રહેશે અને ભાગ્ય પણ અનુકૂળ કાયમ રહેશે. જરૂરિયાત સમય પર પુર્ણ થશે.  કોઈ નવુ કામ મળી શકે છે. 
 
પ્રોફેશન અને વેપાર - રોકાણ પહેલા સાવધાન રહો. કોઈને ઉધાર ન આપશો 
શિક્ષા - પરિણામ અપેક્ષા જેવુ નહી રહે. મહેનત વધુ કરવી પડશે. 
સ્વાસ્થ્ય - સ્કીન સાથે સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. લપસીને પડવાનો ભય છે. 
પ્રેમ - મિત્ર પ્રત્યે લગાવ ઓછો થતો જશે. નાની વાતો પર ક્ષુબ્ધ થઈ શકો છો. 
 
શુ કરશો - કન્યાને વસ્ત્ર વગેરે દાન કરો. 

તુલા રાશિ 
 
ચંદ્રની દ્રષ્ટિથી વર્ષ શરૂ થશે. આ વર્ષ બધી રીતે અનુકૂળ રહેશે. સાઢેસાતીને કારણે થોડી પરેશાની આવી શકે છે. 
 
શનિની સાઢેસાતી અંતિમ ચરણમાં છે. જાન્યુઆરીથી રાહત મળશે. આવકમાં સુધારો થશે અને વિવાદિત મામલામાં વિજય પ્રાપ્ત થશે. પ્રોફેશન અને વેપાર-વ્યાપારિક ગતિવિધિયો ઝડપી રહેશે. નોકરીમાં કામની અધિકતા રહેશે.  
 
અભ્યાસ - શાળા કે કોલેજમાં કોઈ કડવો અનુભવ થઈ શકે છે. ખુદના કામ પર ધ્યાન આપવુ યોગ્ય રહેશે. 
 
સ્વાસ્થ્ય - ડિપ્રેશન, ઘુટણ, ખભો અને પગમાં દુખાવો રહેશે. વીજળી પાણીથી સાવધ રહો. 
પ્રેમ - બીજા લોકો પ્રેમમાં ખલેલ નાખી શકે છે. ખુદ પર વિશ્વાસ રાખો અને સાથી સાથે કમ્યુનિકેશન કાયમ રાખો. 

શુ કરશો - બેસન અને જૂના વસ્ત્રોનું દાન કરો.. 
વૃશ્ચિક રાશિ - મંગળ શનિ ગોચર રાશિમાં રહેશે. આ રાશિ ખુદના દમ પર આગળ વધવાની સ્થિતિમાં છે. જાન્યુઆરી 2017 પછી કાયરપન સમાપ્ત થશે. દરેક મુકાબલા માટે તૈયાર રહેશો. કોઈની પણ મદદ લેવા માટે સ્વીકાર નહી કરો અને કોઈની આગળ નમ્યા વગર જ તમારુ કાર્ય સિદ્ધ કરી લેશો. 
 
પ્રોફેશન અને વેપાર - ખેતી, લુહાર, સોની, કમ્પ્યૂટર, લેખક, ઔષધી, સૌદર્ય સામગ્રીવાળાઓ માટે ઉત્તમ લાભ. 
અભ્યાસ - ઉત્તમ પરિણામ વિદ્યાલયીન રમતમાં વિજય અને શ્રેષ્ઠ પ્રદર્શન અભ્યાસમાં રસ. 
 
સ્વાસ્થ્ય - આળસ, દાંત, પેટ, આંખ, કાન, વાગવાથી  સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. 
પ્રેમ - પ્રેમમાં વાત બનતી જોવા મળશે. સાથી માટે સમયનો અભાવ થઈ શકે છે. 

શુ કરશો - ચણાની દાળનું દાન કરો 
ધનુ રાશિ - આ રાશિ પર ગુરૂની દ્રષ્ટિ છે. સમય બધી રીતે અનુકૂળ છે. ઓગસ્ટ પછી ગુરૂની દ્રષ્ટિ સમાપ્ત થઈ જશે. છતા પણ દશમ ગુરૂ હોવાથી પરિવારમાં વર્ચસ્વ વધશે અને કાર્યસ્થળ પર અનુકૂળતા કાયમ રહેશે. નવા કામોની પ્રાપ્તિ પણ થશે.  કોઈ મોટા કામની તરફ અગ્રેસર થઈ શકો છો. ફાયનેંસના ક્ષેત્રમાં જવાનુ મન હશે. 
 
પ્રોફેશન અને વેપાર - ફિલ્મો, સીરિયલ, ફેશન,તેલ, અનાજ અને રાજનીતિજ્ઞોને ફાયદો મળશે. 
અભ્યાસ - વિદેશથી શિક્ષણની ઈચ્છા રાખનારા સફળ થશે. અભ્યાસમાં મન લાગેલુ રહેશે. 
સ્વાસ્થ્ય - હ્રદય રોગીઓએ સાચવવાનો સમય છે. તાવ વગેરે રોગ થઈ શકે છે. 
પ્રેમ - પ્રેમમાં નિરાશા મળી શકે છે. વૈવાહિક જીવનમાં તણાવ સમાપ્ત થશે અને ખુશીઓ મળશે. 

શુ કરશો - ગરીબને અન્નનું દાન કરો 
મકર રાશિ - રાશિ સ્વામી શનિની પૂર્ણ તૃતીય દ્રષ્ટિ તમારી રાશિ પર છે. જાન્યુઆરી સુધી આ કાયમ રહેશે. ધનના મામલામાં કમી રહેશે અને આત્મબળ મજબૂત રહેશે. સન્માન પણ મળશે. ભવિષ્યને લઈને આશાઓ જીવંત રહેશે. બાળકો સાથે રહેવાનો સમય મળશે અને ડિસેમ્બરથી ધનાગમ પણ સુગમ થઈ જશે. 
 
પ્રોફેશન અને વેપાર-રોકાણમાં સાચવો અને રાહ જુઓ. નોકરીમાં અધિકારી સંતુષ્ટ રહેશે. 
અભ્યાસ - અત્યાધિક ભાર આવી શકે છે. પરીક્ષાઓની તૈયારીમાં વિધ્ન નહી આવે. 
સ્વાસ્થ્ય - વાયુ વિકાર થઈ શકે છે. શરીરમાં નબળાઈ અને પિત્તની સમસ્યા થઈ શકે છે. 
પ્રેમ - પ્રેમમાં તણાવ બની શકે છે. સંતાનથી સ્નેહ પ્રાપ્ત થશે અને પિતા અનુકૂળ રહેશે. વૈવાહિક જીવન સુખદ રહેશે

શુ કરશો - ખિચડીનું દાન કરો અને ગરીબને વસ્ત્ર 
કુંભ - ચંદ્રમાં યોગ્ય સ્થિતિમાં છે. બધા કામ સુગમતાથી થતા રહેશે અને કોઈપણ પ્રકારનો અવરોધ આવવાની શક્યતા નથી. અધિકારી અનુકૂળ બન્યા રહેશે અને બેકારના કામોમાં સમય બરબાદ નહી થાય. ધનનુ આગમન પણ સુગમ રહેશે.  ન્યાયાલયીન મામલામાં સફળતા મળશે. 
 
પ્રોફેશન અને વેપાર - ખુદ પર કરેલ વિશ્વાસ સફળતા અપાવશે. રોકાણ લાભદાયક અને વ્યાપારિક સ્થિતિયો અનુકૂળ રહેશે. 
શિક્ષા - અભ્યાસ પ્રત્યે લગન રહેશે અને પ્રતિયોગિતાઓમાં શ્રેષ્ઠ પરિણામ મળશે. 
સ્વાસ્થ્ય - વાળ ખરવા અને આંખોની સમસ્યા થઈ શકે છે. મૂત્ર વિકાર પણ થઈ શકે છે. 
પ્રેમ - સાથી સાથે વિવાદનો હલ થશે અને ઉપહારની પ્રાપ્તિ થશે. વૈવાહિક જીવન સુખદ રહેશે. 

શુ કરશો - પીળા વસ્ત્રોનું દાન કરો 
મીન રાશિ - આ વર્ષ ઉચ્ચના શુક્રના ગોચર છતા રાશિના નબળા થવાનો સંકેત છે. નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડશે અને ચુસ્ત પરીક્ષણોમાંથી પસાર થવુ પડશે.  પરિવારનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. વર્ષના અંતમાં ધનની કમી આવી શકે છે. 
 
પ્રોફેશન અને વેપાર - ઓફિસમાં કોઈ પરેશાની થઈ શકે છે. આવકના સ્ત્રોત અવરોધાવાની શક્યતા રહેશે. 
અભ્યાસ - અભ્યાસથી મન ઉચાટ રહેશે અને અનુપસ્થિતિ થવાની શક્યતા છે. 
સ્વાસ્થ્ય - પેટમાં વિવિધ સ્થાનોમાં દુખાવો થઈ શકે છે. ચિકિત્સકની સલાહ લો અને કોઈ બેદરકારી ન કરો. 
પ્રેમ - લગ્નની વાત પાકી થઈ શકે છે. પ્રેમમાં સ્થિરતા આવશે. 

શુ કરશો - બ્રાહ્મણને જનોઈ, આસન અને ગીતાનું દાન કરો 

વેબદુનિયા પર વાંચો