મિથુન રાશિ 2016 - જાણૉ કેવુ રહેશે મિથુન રાશિના લોકો માટે વર્ષ 2016

બુધવાર, 23 ડિસેમ્બર 2015 (00:08 IST)
વર્ષ 2016ની ભવિષ્યવાણી જાણવા માટે આ જરૂરી છે કે ગ્રહોની ચાલને જાણવું. કારણકે આખું જ્યોતિષ ગ્રહોની ચાલ પર જ નિર્ભર છે,આ તમે પણ જાણો છો આથી આવો નજર નાખીએ ગ્રહોની ચાલ પર વર્ષના શરૂઆતમાં શનિ વૃશ્ચિક અને ગુરૂ સિંહમાં પ્રવેશ કરી રહ્યા છે. આપની વર્તમાન સ્થિતિમાં રહ્યા પછી એટલે કે 31 જાન્યુઆરી  પછી રાહુ સિંહમાં અને કેતુ કુંભમાં પ્રવેશ કરશે. પૂરી રીતે વૈદિક જ્યોતિષ પર આધારિત આ ભવિષ્યફળ તમને આખુ  વર્ષ મદદ કરશે. આ ભવિષ્યફળમાં તમને મળશે નોકરીથી લઈને વ્યાપારની સલાહ થી લઈને વિવાહ, ઘર-પરિવારથી લઈને બજાર સુધીની બધી જાણકારી એ પણ એક જ જગ્યાએ. 

 
પારિવારિક જીવન-
 
દાંપત્ય જીવનની વાત કરીએ તો જીવનસાથીના સાથે તમારા સંબંધો મજબૂત રહેશે. આમ તો નાના મોટા વિવાદો થઈ શકે છે આથી ગભરાવો નથી કારણકે જ્યાં પ્રેમ હોય છે ત્યાં ઝગડો પણ થાય છે. જો દુર્ભાગ્યવશ તમારી બન્ને વચ્ચે આવું કઈક થયું છે તો વર્ષના વધારે સમય તમે એકબીજા સાથે વ્યતીત કરશો. જીવનસાથીની વાતોને મહ્ત્વ આપો અને વાદ-વિવાદ વાળી વાતો થવાનું  ટાળો. માતા સાથે સંબંધ સારા રહેશે. અને ઓગસ્ટ  પછી એમના  આરોગ્યમાં પણ સુધાર થશે. પણ પિતા સાથે મતભેદ થઈ શકે છે.ઓફિસમાં અને ધંધામાં સફળતા મળશે. જીવનસથીનો  એમના ભાઈ -બહેન અને પરિવારવાળાઓ સાથે વિવાદ થઈ શકે છે. 
 
સ્વાસ્થ્ય  - 
 
નવા વર્ષમાં સ્વાસ્થ્યની વાત કરીએ તો આ વર્ષ સ્વાસ્થ્ય  સરેરાશ રહેશે. તમને એના પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. ખાવા-પીવામાં ખાસ ધ્યાન આપો. જો શનિની અંતરદશા અને મહાદશા ચાલી રહી હોય તો આ વર્ષ વધારે સતર્ક રહેવાનું. ખભા,જનનાંગ અને લીવર સંબંધી કોઈ પરેશાની થઈ શકે  છે. પીઠના દુખાવાથી પણ પરેશાની થઈ શકે છે. જેમ કહ્યું છે કે સમસ્યા સમાધાન સાથે  આવે છે આથી સમસ્યામાં જ સમાધાન શોધવાની કોશિશ કરો. નિયમિત યોગ અને સ્વસ્થ આહાર માટે મદદગાર સિદ્ધ થઈ શકે છે.  તમારી દિનચર્યામાં આને સામેલ કરો.  અને બધા પ્રકારના રોગોને બાય-બાય કહો. 
 
આર્થિક જીવન- 
 
આર્થિક રૂપથી આ વર્ષ તમારા માટે અનૂકૂળ નથી , પણ એનો  અર્થ એ નથી કે તમને વધારે નુકશાન થશે . થોડો  ઉતાર-ચઢાવ થઈ શકે છે.  જેમ કે દરેક માણસની જીવનમાં થાય છે. પૈસાની આવક સતત  થતી રહેશે. બીજા સ્ત્રોતથી પણ ધનનું  આગમન થશે. આ સિવાય  ખર્ચ પર નિયંત્રણ રાખો અને જરૂર મુજબ પૈસા ખર્ચ કરીને પણ પૈસા બચાવી શકો  છો. આર્થિક બાબતોમાં કોઈ પણ બેદકારી ના કરો. કોઈ મોંઘા સામાનોની ખરીદી કરતા રોકડમાં વધારે પૈસા આપવા યોગ્ય નહી રહે.  
 
નોકરી -ધંધા 
 
આવતું વર્ષ તમારા માટે ઘણું કામ લઈને આવી રહ્યા છે. કાર્યસ્થળ પર કાર્યભાર વધારે રહેશે. સવારથી સાંજ સુધી કામ કરવાથી થાક થઈ શકે છે ,પણ ઓગસ્ટ પછી સ્થિતિ સારી થઈ જશે. આથી વધારે ચિંતિત થવાની જરૂર નથી. આ મહિના પછી કાર્યસ્થળ પર તમારા કામ પ્રત્યેના  સમર્પણ અને નિષ્ઠાના  વખાણ થશે. તમારી વાત-ચીત કરવાના તરીકો બધાને ગમશે. આમ તો તમે જન્મથી હંસમુખ સ્વભાવના છો . જેના કારણે લોકો તમારી સંગાથમાં રહેવાનું પસંદ કરે છે.  આમ તો ભાવનાઓમાં વહેણથી  કોઈના ઉપરા દોષારોપણ કરવાથી બચો. મીડિયા ક્ષેત્ર સાથે સંબંધ રાખતા લોકો માટે આ વર્ષ સફળતાના બધા દ્વાર ખોલશે. આ ધંધા સિવાય આઈટી અને એંજિનિયરિંગ ક્ષેત્રના લોકો માટે પણ આ વર્ષ સારુ  પરિણામ આપતું  જોવા મળશે. આ વર્ષ તમને નહી ધારેલી  સફળતા આપશે.આથી બધા પ્રકારની ચિંતાઓ મૂકી જીવનના સોનેરી ક્ષણનો આનંદ લો. 

 
ધંધો વ્યવસાય 
 
આ વર્ષ તમારા માટે ખુશીઓની સૌગાદ લઈને આવ્યુ  છે. ધંધાદારીઓને આશા છે કે વધારે લાભ થશે.આમ તો ખોટી રીતે પૈસા કમાવવું પણ લાભકારી થઈ શકે છે.  પણ આ યોગ્ય નથી. વિભિન્ન સ્ત્રોતોથી ધનનું  આગમન થશે. લક્ષ્મી તમારા દ્વાર પર દસ્તક આપશે. જો પોતે વ્યાજ પર પૈસા આપો છો તો લાભ થવાની શક્યતા છે. એ સિવાય જે લોકો શિક્ષાના ક્ષેત્ર સાથે  સંકળાયેલા છે કે એના સંબંધિત ક્ષેત્રમાં  પૈસા લાગ્યા છે એને પણ સારો  લાભ થશે. વકીલાત  કરતા લોકો માટે આ વર્ષ કોઈ ઉપહારથી ઓછો નહી રહે.  
 
પ્રેમ સંબંધ 
તમે તમારા સ્વભાવથી ખૂબ રોમાંટિક છો. તમારા પાંચમો ભાવના સ્વામી શુક્ર છે જે તમને રોમાંટિક બનાવે છે. પ્રેમના બાબતે તમને મહારથ મળી છે. તમે કોઈ એક ખાસ વસ્તુ પર લાંબા સમય સુધી ધ્યાન કેંદ્રિત નહી કરી શકો. આમ તો લાંબા સમય સુધી કોઈ વસ્તુનો  આનંદ લેવા માટે આ વ્યવ્હારને  ત્યાગવો  જ સર્વોત્તમ થશે. આ વર્ષ તમારા જીવનમાં એવો કોઈ પ્રસંગ નહી આવે જેથી તમને ચિંતિંત થવું પડે. ટૂંકમાં આ વર્ષ તમને ખૂબ ખુશીઓ આપશે. આથી એનો  ભરપૂર આનંદ લો. 
 
સેક્સ લાઈફ્
તમારા માટે યૌન સુખ સુવિધા બધા સુખથી વધીને છે. કારણકે તમે દરેક સમયે આ વિશે વિચારો છો . પણ તમે શારીરિક સુખથી વધારે માનસિક સુખના આનંદ લો છો. આ વર્ષ પણ કઈક એવું જ થશે. જેથી તમે થોડા નિરાશ થઈ શકો છો. જો તમારી વાત કરીએ તો તમને શારીરિક સુખ સાથે માનસિક સુખનો  પણ આનંદ લેવો  જોઈએ. વૈવાહિક જીવનમાં કોઈ પરેશાનીઓના સામનો કરવો  પડી શકે છે. 
 
સાવધાની રાખવાના દિવસો- 
ગ્રહોની ચાલની તરફ જોઈએ તો જ્યારે ચંદ્રમા વૃષભ વૃશ્ચિક કે મકરમાં પ્રવેશ કરે  તે સમયે કોઈ મહ્ત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો. આ બાબતે તમને એપ્રિલ 30થી જુલાઈ 16 2016 સુધી સર્તકતા રાખવાની જરૂર છે પણ 25 ઓગસ્ટ થી 19 સપ્ટેમ્બર  વચ્ચે તમે તમારી કોઈ રણનીતિ બનાવી શકો છો. સમય એના અનૂકૂળ છે. જ્યારે સૂર્ય સિંહ વૃશ્ચિક કે કુંભમાં પ્રવેશ કરે એ સમયે તમારા  ક્રોધને કાબૂમાં રાખો. આ તમારા જીવનને એક નવી દિશા આપતો સમય સાબિત થશે. 
 
ઉપાય
તમારા લક્ષ્યો પર ધ્યાન આપવું જ સારું ઉપાય  છે. એ સિવાય કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઉપર આપેલ તારીખોનું  ધ્યાન રાખો. જો તમાર ઉપર શનિની મહાદશા ચાલી રહી છે તો હનુમાન  ચાલીસાના પાઠ કરવો  સૌથી કારગર ઉપાય સાબિત થઈ શકે છે. જ્યારે બૃહસ્પતિની મહાદશામાંથી પસાર થતા હોય ત્યારે  ગુરૂવારના દિવસે ગાયને અડદધો  કિલો ચણા ખવડાવવા મદદગાર સિદ્ધ થશે. સારા સૌભાગ્ય માટે પીળા વસ્તુઓનું  દાન કરી શકો છો. રાહુ અને કેતુની મહાદશાથી બચવા માટે દેવી કવચના પાઠ કરો. કાળ -ભૈરવ મંદિર જવું અને દાન પુણ્ય કરવા પણ કાર ગર સિદ્ધ થઈ શકે છે. બીજા કોઈ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવા માટ વિષ્ણુ સહસ્ત્ર નામના સ્ત્રોતનો  નિયમિત રૂપથી પાઠ કરો. 

વેબદુનિયા પર વાંચો