ધન વાર્ષિક રાશિફળ 2016 - જાણો કેવુ રહેશે ધન રાશિના લોકો માટે વર્ષ 2016

રવિવાર, 27 ડિસેમ્બર 2015 (00:08 IST)
ધનુ રાશિફળ 2016 
જ્યારે પણ નવા વર્ષની શરૂઆત થાય છે તો દરેક માણસના મનમાં કઈકના કઈક સવાલ જરૂર ઉઠે છે . આમ તો સવાલોના ઉઠવું જરૂરી પણ છે કારણકે જ્યારે સુધી સવાલોના ઉદય નહી થાય તો તમે આવતી કાલ સાથે  પરિચિત નહી થાવ.  આવો શોધીએ આ સવાલોના જવાબ ધનુ રાશિફળ 2016ના માધ્યમથી 
 
નવા વર્ષને લઈને દરેકના મનમાં હલચલ થાય છે. નવા વર્ષે શું ખાસ થશે નોકરી મળશે કે નહી  ?લગ્ન થશે કે નહી ?પણ કેટલાક સવાલોના જવાબ જાણવા જરૂરી છે. જેમ કે આવતું વર્ષ શું ખાસ લઈને આવી રહ્યુ  છે ? કઈ -કઈ સાવાધાની રાખવી પડશે ? ક્યું દિવસ શુભ ફળ આપશે   ? આવો જાણીએ વૈદિક જ્યોતિષ પર આધારિત ભવિષ્યફળમાં શોધીએ આ સવાલોના જવાબ. ગ્રહોની વાત કરીએ તો   શનિ અને વૃશ્ચિકના સાથે અને બૃહસ્પતિના સિંહમાં જોવાય છે. રાહુ અને કેતુ એમની વર્તમાન અવસ્થામાં રહ્યા પછી 31 જાન્યુઆરી પછી રાહુ સિંહમાં અને કેતુ કુંભમાં પ્રવેશ કરશે. આવો હવે જાણીએ તમારા સવાલોના જવાબ વૈદિક જ્યોતિષ પર આધારિત ભવિષ્યફળમાં. 
પારિવારિક જીવન 
ગૃહસ્થ જીવનની વાત કરીએ તો પારિવારિક સભ્યો સાથે કોઈ વાદ-વિવાદ થવાની શક્યતા નજર આવી રહી છે. આમ તો ગુસ્સા ને સમજદારીથી ટાળી શકાય છે . જીવનસાથી અને માતા સાથે સંબંધ ખૂબ આનંદિત રહેશે. આવા સમયે તમને બીજું શું જોઈએ કે માતા અને જીવનસાથી બન્ને તમારી સાથે છે .  ભાઈ સાથે સંબંધ થોડા ખરાબ થઈ શકે છે.  જો કે બધુ જ  કુંડળી પર નહી પણ કેટલીક વાતો તમારા વ્યવહાર પર પણ નિર્ભર કરે છે. કેતુની મહાદશાની સ્થિતિમાં વધારે વિવાદ થવાની શક્યતા છે. શનિની મહાદશાની સ્થિતિમાં પણ તમને વધારે સાવધાન રહેવુ  પડશે. પિતા સાથે મતભેદ થઈ શકે છે અને તમારા  બન્ને વચ્ચે તનાવ પણ થઈ શકે. અગસ્ટ પછી તનાવ ખત્મ થઈ જશે અને સંબંધોમાં મધુરતા આવશે. 
 
સ્વાસ્થ્ય  
દૂષિત લોહી અને દૂષિત ભોજન જનિત રોગ થવાની શક્યતા છે. આથી સારા સ્વાસ્થ્ય માટે આ વધી વસ્તુઓથી દૂરી બનાવીને રાખો. ખાન-પાન પર ધ્યાન આપો. નહી તો લીવરમાં કોઈ મુશ્કેલી આવી શકે છે. ખોરાક પ્રત્યે ગંભીર રહો  અને વધારે તેલયુક્ત આહાર લેવાનું ટાળો. આંખની સમસ્યા થઈ શકે છે અને ચશ્મા પણ લાગી શકે છે. જે લોકોને પહેલાથી જ ચશ્મા લાગેલા છે એમના ચશ્માનો  નંબર વધી શકે છે. તમારા ઉત્સાહમાં કમી રહેશે અને નબળાઈ અનુભવશો. 
 
આર્થિક જીવન
આ વર્ષ તમારા આર્થિક જીવનના સિતારા વધારે હસ્તક્ષેપ કરશે. શનિ તમારા બીજા ભાવનો  સ્વામી છે ,  જે બારમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. જો શનિની દશા ચાલી રહી છે તો વધારે સાવધાની રાખવાની જરૂરત છે. જેટલું શક્ય  હોય ધનની બચત કરવાની કોશિશ કરો અને અતિ  ખર્ચ પર નિયંત્રણ રાખો. તમારા કોઈ નિકટસ્થ તમને દગો આપી શકે છે . આવા લોકોથી બચવા માટે કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડદેવડમાં પૂર્ણ સાવધાની રાખો. જો એ તમારી પાસે ઉધાર માગી રહ્યા છે તો સાવધાન રહો. ગુરૂની મહાદશામાંથી પસાર થતા લોકોને પણ એ સલાહ છે. કોઈ પણ દસ્તાવેજ પર  સહી કરવાની ભૂલ ન કરો. કારણકે તમરી સાથે કોઈ બળજબરી કે દગો પણ કરી શકે છે. 
 
નોકરી
નોકરીયાત લોકો માટે આ વર્ષ કોઈ વરદાનથી ઓછું નથી.  આમ તો ધનનું  આગમન વર્ષની શરૂઆતથી થશે પણ અગસ્ટ  પછી એમા અપ્રત્યાશિત રૂપથી વૃદ્ધિ થશે . કાર્યસ્થળ પર તમારા કાર્યમાં નિખાર આવશે અને આવકમાં વૃદ્ધિ થશે. તમારા ભાગ્યમાં ચાર ચાંદ ત્યારે લાગશે જ્યારે વરિષ્ટ તમારા દરેક પગલા ઓઅર મદદ કરશે.તમારા પ્રદર્શન થી તમારા આગળના કરિયરને ઘણું લાભ થશે. આમતો  આ વધું અગસ્ત માહ પછી થશે. આ મહિનાથી પૂર્વ વરિષ્ટોને સંતુષ્ટ કરવાની કોશિશ કરો અને સારું વ્યવહાર કરો . જો આ સમયેને સારી રીતે વ્યતીત કરો તો આ તમારી સફળતાની નીંવ સિદ્ધ થઈ શકે છે. 
 
ધંધા-વ્યવસાય
જે લોકોના વ્યવસાય છે એને સારું લાભ મળશે. આથિક ફેસલા લેતા સમયે પૂરી સાવધાની રાખો નહી તો ભારે નુક્શાન ઉઠાવું પડી શકે છે. જલ્દમાં કોઈ નિર્ણય ન લેવું. ખોટા-સહીના ચુનાવ કર્યા પછી જ નિર્ણય લેવું.નિશ્ચિત રીતે જો તમને સારા પરિણામ મળશે. ગૈરકાનૂની રીતેથી ધન કમાવવાની કોશિશ ન કરો. નહી તો સકારાત્મ્ક પરિણામોની જગ્યા તમને નકારાત્મક પરિણામ મળી શકે છે અને તમે જેલ પણ જવું પડી શકે. એકત્ર સંપતિને વ્યર્થ ન કરવું. 
 
પ્રેમ-સંબંધ 
પ્રેમ અને રોમાંસમાં આ વર્ષ ઔસત રહેશે. આ વર્ષ તમને કોઈ સમસ્યા નહી આવશે . બધું સરળ રીતે થશે. જો તમે કોઈના સાથે સંબંધ રાખ્યા છે ર્તો રિશ્તોમાં કોઈ પ્રકારને શંકા ન થવા દો. કારણકે અગસ્ત સુધીનો સમય તમારા માતે અનૂકૂલ નહી . આ માહ પછી તમારી જીવન પ્રેમ અને રોમાંસ થી પરિપૂર્ણ થશે. 
 
સેક્સ લાઈફ 
આ વર્ષે તમને સારા યૌનસુખ અને આત્મસંતુષ્ટીની પ્રાપ્તિ થશે. જીવનસાથીના પ્રેમપૂર્વક રવૈયા તમે બન્નેને નજીક લાવશે. યૌનસુખની વધારે ચાહ કોઈ અવૈધ સંબંધોને જન્મ આપી શકે છે. આથી એના પ્રત્યે આકર્ષિત થવાનું ટાળો. કેટલાક લોકોને એમના સાથી સિવાય કોઈ બીજાથી પણ શરિરિક સંબંધ થઈ શકે છે ,પણ દૂર રહો તો સારું. 
 
સાવધાની રાખતા દિવસો
તમારા માટે સારું રહેશે કે જ્યારે ચંદ્રમા સિંહ , વૃશ્ચિક અને કુંભમાં પ્રવેશ કરે ત્યારે ગુસ્સા પર કાબૂ રાખો અને શાંત રહેવાની કોશિશ કરો આ સમયેમાં મહ્ત્વપૂર્ણ નિર્ણયોને થોડા દિવસો માટે ટાળો. કોઈ વાદ-વિવાદ થઈ જાય તો એમાં વધારે જવાથી બચવું. 15 મે થી 20 મે , 16જુલાઈ થી 15 અગસ્ત , 16 નવંબરથી 17 દિસંબર વચ્ચે કોઈ નવા સામાન ખરીદારી ન કરો અને આ સમયમાં કોઈ નિવેશ પણ ન કરો. 
 
ઉપાય 
દરેક સ્થાને તમારા વિચારોને સ્પષ્ટ રીતે દાખવતા શીખો. ગ્રહોના કુપ્રભાવોથી બચવા માટે જેટલું બને રામ ચરિત માનસનો  પાઠ કરો. રામરક્ષા સ્ત્રોતના પાઠ કરવાથી પણ તમને લાભ થશે. જ્યારે તમે મુશ્કેલીમાં પડો તો એનો પાઠ  કરો. તરત જ લાભ મળશે. 

વેબદુનિયા પર વાંચો