નવા વર્ષંના આગમન થતા જ બધાના મનમાં એક જ સવાલ આવે છે કે આવો જાણીએ આ સવાલોના જવાબ . નવા વર્ષના મેષ રાશિફળ 2016ના સાથે જોઈએ કે નવા વર્ષમાં તમારા સિતારા કેવા છે. ગ્રહોની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં શનિ વૃશ્ચિકમાં અને ગુરૂ સિંહમાં પ્રવેશ કરી રહ્યા છે. રાહુ અને કેતુ 31 જાન્યુઆરી સુધી એમની વર્તમાન સ્થાન પર રહ્યા પછી રાહુ સિંહમાં અને કેતૂ કુંભમાં પ્રવેશ કરશે. અહીં અમે નવા વર્ષના ભવિષ્યફળના સાથે તમારી જીવનના બધા બિંદુઓ પર ચર્ચા કરીશુ. જેમ કે નવા વર્ષમાં તમારી જીવન કેવી રીતે વીતશે ? સફળતા મેળવવાના કયા-કયાં સારા ઉપાય તમે અજમાવી શકો છો.
પારિવારિક જીવન
તમારા ગૃહસ્થ જીવનની વાત કરીએ તો એમાં કોઈ ઉતાર-ચઢાવ રહેવાની શક્યતા છે. તમારા સાતમા ભવામાં પાપ કર્તરી યોગ બની રહ્યા છે , જે કે તમારા પારિવારિક જીવન માટે થોડી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. એ સમયે તમને ધૈર્ય અને સર્તકતા સાથે કામ લેવું પડશે. એક વાત જે બધાથી જુદી છે , એ છે તમારા ક્રોધિત થવું અને જલ્દી શાંત નહી થવું. આ તમારા દાંમપ્તય જીવન માટે કદાચ સારું નથી. સંબંધોને જાળવી રાખવા માટે આ જરૂરી છે કે તમે સંબંધોમાં થોડા સજગ રહેવું. આખુ વર્ષ માતા સાથે સંબંધ સારા રહેશે અને તમે એમની સાથે મનની વાતો કરશો. ચંદ્રમાના સિંહ, વૃશ્ચિક કે કુંભમાં પ્રવેશ કરતા થોડી પરેશાનીઓ આવી શકે છે. જેમ કે પિતા સાથે મનમોટાવ થવો કે વૈચારિક મતભેદ થઈ શકે છે. આ સમયે થોડા સાવાધાન રહેવું અને વાદ વિવાદ કરતા ટાળો. બાળકો સાથે પણ વાદ-વિવાદ થવાની શક્યતા છે અને એમના સ્વાસ્થયને લઈને થોડી પરેશાનીઓ થઈ શકે છે . એથી સાચવજો .
સ્વાસ્થય- આ વર્ષે તમે સારી લાઈફસ્ટાઈલ , નિરોગી કાયાના સ્વામી રહેશો. આમ કહીએ તો ઓગસ્ટ સુધી તમે બધા રોગોથી મુક્ત રહેશો. તમારા જીવન સુચારુ રૂપથી ચાલશે. કોઈ અસંમજસની સ્થિતિ પૈદા થઈ શકે છે. પણ ચિંતાની કોઈ વાત નથી અને ન તો કોઈ રોગ છે. આથી તમે જલ્દી સાજા થઈ જશો. આવું બધા લોકો સાથે થાય છે આથી આ પર વધારે વિચાર કરવાની જરૂર નથી. જો તમારા સ્વાસ્થયની તરફ જોઈએ તો પેટ સંબંધી કોઈ મુશ્કેલી થઈ શકે છે જેમ કે અપચ , યૌન સમસ્યા , સાંધાનો દુખાવો અને શરીરના નીચેના ભાગમાં પણ મુશ્કેલી થઈ શકે છે . ઋતુ બદલાતા સ્વાસ્થય સંબંધી પરેશાનીઓ આવી શકે છે. વર્ષના બીજા ચરણમાં એટલે કે ઓગસ્ટ પછી તમારા આરોગ્ય પ્રત્યે વધારે સતર્ક રહેવાની જરૂર છે નહી તો હોસ્પીટલ જવાના સંજોગ ઉભા થઈ શકે છે.