પોઝીટીવ એનર્જી માટે નેમ થેરેપી

N.D
અક્ષર મતલબ જેનો કદી ક્ષરણ ન થયો હોય, જે ક્યારેય નષ્ટ ન થાય, દરેક સ્થિતિ પરિસ્થિતિમાં વ્યાપ્ત હોય, જે દરેક સંયોગ-વિયોગ, ગતિ-પ્રગતિમાં પોતાનો યોગથી શબ્દ રૂપી શક્તિ ઉત્પન્ન કરે છે. તેને વેદ ગ્રંથોમાં અક્ષર રૂપી બ્રહ્મની સંજ્ઞા આપવામાં આવી છે.

સંસારમાં આજ સુધીની જ્ઞાત જેટલી પણ શક્તિઓ છે, બધી શબ્દાક્ષરોની આસપાસ ફરે છે, ભલે તે ઈશ્વરની શક્તિ હોય, આર્થિક કે શારીરિક શક્તિ હોય. મનને ચેતના શક્તિ હોય, કોઈ રાજ્ય કે દેશની શક્તિ હોય, આધુનિક યુગમાં નિર્મિત વિનાશ લીલા બતાવનારી શક્તિ હોય કે પછી જનસમૂહની શક્તિ હોય, બધી શબ્દોથી જ સંચાલિત થાય છે. આ માત્ર શબ્દો(નામ)ની જ શક્તિ છે જે તેને ક્યારેક ઉઠાવે છે તો ક્યારેક તેની પડતી કરે છે.

નેમ થેરપીના હેઠળ દરેક શબ્દાક્ષરોની શક્તિનો તાલમેલ બેસાડવામાં આવે છે અને તે જે કોઈ વ્યક્તિને પ્રતિકૂળ હોય છે તેને અનુકૂળ કરવામાં આવે છે. તેને એક એવી સકારાત્મક ઉર્જા સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જેનાથી બ્રહ્માંડમાં તરતી સકારાત્મક ઉર્જા તેની પ્રગતિમાં સહાયક થાય છે.

જેનાથી વિદ્યાર્થી, કલાકાર, શિલ્પકર, ફિલ્મકાર, ચિકિત્સક, પત્રકાર, આધ્યાત્મિક ગુરૂ, શિક્ષક, વૈજ્ઞાનિક, તકનીશિયન, વેપારી, ઉદ્યોગપતિ, નેતા, લેખક રાજનીતિક, વેપારી, નર્તક, અભિનેતા, સંગીતજ્ઞ વગેરે વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો પોતાના નામાક્ષરની શક્તિ ઓળખીને તેને યોગ્ય દિશામાં પરિવર્તિત કરી લાભ ઉઠાવી શકે છે.

નેમ થેરેપી, વ્યક્તિના નામને સુધારી તેના ભાગ્યમાં વધારો કરે છે. તેના હેઠળ જાતકના જન્મ-સમય વગેરે વિવિધ બાજુઓનુ મૂલ્યાંકન કરી જરૂર પડે તો તેને બદલી શકાય છે અને તેમા નવા અંક અને નામાક્ષર દ્વારા નવી ઉર્જાનો સંચાર કરી દેવામાં આવે છે.

નેમ થેરપીના ફાયદા

1. વૈવાહિક જીવનમાં તાલમેલ અને દાંમ્પત્ય સુખમાં વધારો
2. નામાક્ષરમાં શક્તિ અને સક્રિયતાનો સંચાર
3. વ્યવસાયિક સફળતાઓ અને ઔધોગિક ક્ષમતાઓમાં વધારો
4. આર્થિક પ્રગતિ માટે નામાક્ષરને યોગ્ય દિશા આપવી.
5. નિર્ણય લેવો અને યોગ્ય દિશામાં કાર્ય કરવાની ક્ષમતાને વધારવી.
6. ભાઈબહેન, માતા-પિતા સાથે હળીમળીને રહેવાની ભાવનાને વધારવા માટે યોગ્ય વ્યક્તિત્વ નંબરનુ અમલીકરણ કરવુ. વગેરે નેમ થેરપીના ફાયદા છે.

ખરેખર નામ એક એવો જાદુ છે, જેને સાંભળતા જ વ્યક્તિત્વનો અંદાજ થઈ જાય છે નેમ થેરપી દ્વારા પોતાના નામ અને નામાંકની શક્તિ, તેનો પ્રભાવ અને તેના સકારાત્મક શક્તિ અને ક્ષમતાઓને વધારી શકાય છે.

વેબદુનિયા પર વાંચો