ઘનતેરસના ઠીક ચાર દિવસ પહેલા ખરીદદારીનુ એક અદ્દભૂત મહામુહૂર્ત શનિવારે બની રહ્યુ છે. 30 વર્ષ પછી શનિ-પુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો છે. આ પહેલા 1980માં આ મહાયોગ બન્યો હતો. 29 ઓક્ટોબરની અડધી રાત્રે 1.32 મિનિટે પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે જે 30 ઓક્ટોબરના રોજ રાત્રે 12.30 વાગ્યા સુધી રહેશે. આવામાં 30 ઓક્ટોબર શનિવારે ભૂમિ-ભવન, વાહન, સોના-ચાંદી, વાસણ, કપડા અને ઈલેક્ટ્રોનિક સમાનાની ખરીદદારી કરવી એકદમ શુભ રહેશે.
સામાન્ય રીતે પુષ્ય નક્ષત્ર સાત કે આઠ કલાક માટે રહે છે. પરંતુ 30 વર્ષ પછી શનિવારે આ દિવસભર રહેશે. સાથે જ પુષ્ય નક્ષત્ર પર કોઈ ગ્રહનો પ્રતિકૂળ પ્રભાવ પણ નહી પડતો.
જ્યોતિષીય શોધ મુજબ પુષ્ય નક્ષત્ર 27 નક્ષત્રોનો રાજા છે. બ્રહ્માંડમાં આ નક્ષત્ર ત્રણ તારાઓથી મળીને બન્યો છે અને આ ત્રણે તારામાં કાળી, મહાલક્ષ્મી અને મા સરસ્વતીના પ્રતિક માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ અને દેવતા ગણપતિ છે. માન્યતા છે કે આ નક્ષત્રમાં ખરીદવામાં આવેલ કોઈપણ વસ્તુ ક્યારેય નષ્ટ નથી થતી.
આ દિવસે ખરીદવામાં આવેલ વસ્તુ પર ત્રણ દેવીઓ, ભગવાન ગણેશ અને શનિદેવની કૃપા વરસે છે. શ્રી શનિધામના પીઠાધીશ્વર દાતી મહારાજના મુજબ શનિ પુષ્ય યોગના દિવસે કંઈ પણ ખરીદવુ લાભકારી માનવામાં આવે છે, કારણ કે શનિવાર સ્થિર કાર્યોને માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. તેથી આ દિવસ ખરીદી કરવાનુ મહત્વ વધુ વધી જાય છે.
શનિવારના દિવસે પુષ્ય નક્ષત્ર હોવાથી વધુ શક્તિશાળી યોગ બને છે. તેથી ભૂમિ-ભવન, સોનું-ચાંદી, વસ્ત્ર, ચોપડા, શાહી-કલમ, વગેરે ખરીદવુ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેમણે કહ્યુ કે આ દિવસ બધી રાશિ માટે કલ્યાણકારી છે.