23 વર્ષની યુવતી બની 73 વર્ષની વૃદ્ધ !!

W.D
વિયેતનામમાં એક 23 વર્ષીય યુવતી થોડાક જ દિવસોમાં 73 વર્ષને વૃદ્ધામાં બદલાય જવનો અશ્ચર્યજનક કિંતુ સત્ય હકીકત સામે આવી છે. જે ચિકિત્સા જગત માટે રહસ્ય બની ગયુ છે.

નગુએનથી ફૂયોગએ 23 વર્ષની આયુમાં સંકોચાઈ જવાથી એલર્જીના માએ કેટલીક દવાઓ લીધી હતી, જેને કારણે થોડાક જ દિવસમાં તેની ચામડી સંકોચાઈ ગઈ અને તેમા કરચલીઓ પડી ગઈ અને હવે તે 73 વર્ષની વૃદ્ધા લાગી રહી છે.

થોર્ડ ટ્રે ન્યુઝના સમાચારમાં જણાવ્યુ કે ફૂયોગ હવે 26 વર્ષની થઈ ગઈ છે. તેના પડોશીઓનુ કહેવુ છે કે ફૂયોગનો અવાજ અને કાળા વાળ દ્વારા જ તેને ઓળખી શકાય છે. મેડિકલ જગત ફૂયોગની થોડાક જ દિવસોમાં વૃદ્ધા થવાના રહસ્યને શોધવામાં લાગ્યા છે.

કેટલાકનું કહેવુ છે કે વધુ પ્રમાણમાં સ્ટોરાઈડના દુષ્પ્રભાવને કારણે એક અસાધારણ બીમારી થઈ જાય છે. જેને લિપોડાઈસ્ટ્રોકી કહે છે.

ટેલીગ્રાફના સમાચારમાં વૈજ્ઞાનિકોના હવાલાથે બતાડવામાં આવ્યુ છે કે લિપોડાઈસ્ટ્રોકી એક અસાધારણ સિંડ્રોમ છે. જેને ત્વચાના પડની નીચે જાડા ઉત્તકનું પડ બનવા માંડે છે, જ્યારે કે ત્વચા આશ્ચર્યજનક ગતિએ વધવા માંડે છે.

વેબદુનિયા પર વાંચો