જગન્નાથજી નંદીઘોષ રથ પર બિરાજમાન છે
ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે, જેને બનાવવા માટે કારીગરો 832 લાકડાના ટુકડાઓનો ઉપયોગ કરે છે. આ ભવ્ય રથ ૧૬ પૈડા પર ઉભો છે, તેની ઊંચાઈ ૪૫ ફૂટ અને લંબાઈ ૩૪ ફૂટ છે. સારથિનું નામ દારુક છે, જ્યારે રક્ષકનું નામ ગરુડ છે. રથને ખેંચતા દોરડાનું નામ શંખચૂર્ણ નાગુની છે અને તેના પર ત્રૈલોક્ય મોહિની નામનો ધ્વજ લહેરાતો હોય છે. રથ ખેંચતા ચાર ઘોડાઓના નામ શંખ, બહલક, સુવેત અને હરિદાશ્વ છે. ભગવાન જગન્નાથના રથ પર નવ દેવતાઓ, વરાહ, ગોવર્ધન, કૃષ્ણ, ગોપીકૃષ્ણ, નરસિંહ, રામ, નારાયણ, ત્રિવિક્રમ, હનુમાન અને રુદ્ર સવારી કરે છે. આ રથને ગરુન્ડધ્વજ અને કપિધ્વજ તરીકે પણ ઓળખવામાં આવે છે. નંદીઘોષ રથ ફક્ત ભગવાન જગન્નાથની યાત્રાનું માધ્યમ નથી પણ તે ભક્તિ, પરંપરા અને આધ્યાત્મિક ઉર્જાનું એક અનોખું પ્રતીક પણ છે.