બોમ્બ ધડાકામાં હલીમને રિમાન્ડ

વેબ દુનિયા

સોમવાર, 28 જુલાઈ 2008 (15:40 IST)
અમદાવાદ બ્લાસ્ટની તપાસ કરી રહેલા ક્રાઈમ બ્રાંચ અને એટીએસને બ્લાસ્ટ પાછળ સીમીનો હાથ હોવાની શંકા છે. ક્રાઈમ બ્રાંચે ગઈકાલે સીમીનાં કાર્યકર્તા અબ્દુલ હલીમની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજુ કરાતાં 14 દિવસના રિમાન્ડ અપાયાનું જાણવા મળ્યું છે.

હલીમ ગોધરા કાંડ બાદ રાહત કેમ્પમાં રહેતાં યુવાનોને આતંકવાદની ટ્રેનીંગ આપવા માટે ઉત્તરપ્રદેશ મોકલતો હતો. ત્યાંથી તેમને સરહદ પાર મોકલવામાં આવતાં હતાં.

ઈન્ડીયન મુઝાહીદ્દીન કે જેણે બ્લાસ્ટની જવાબદારી લીધી છે તે સંગઠન પણ સીમી અને લશ્કરે તોયબા દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં સીમીનાં કાર્યકર્તાઓ મોટાભાગે કામ કરતાં હોય છે.

જો કે ક્રાઈમબ્રાંચે દાણીલીમડા વિસ્તારમાંથી અબ્દુલ હલીમની ધરપકડ કરી હતી. પોલીસ છેલ્લાં કેટલાંક સમયથી હલીમની શોધ કરી રહી હતી. આ સાથે પોલીસે 20 જેટલાં લોકોની પણ અટકાયત કરી છે.

વેબદુનિયા પર વાંચો