શનિવારના બોમ્બ ધડાકા બાદ સોમવારે અમદાવાદની મુલાકાતે આવેલા વડાપ્રધાન મનમોહનસિંહે મૃતકોના પરિવારજનો માટે રૂ.3.5 લાખની સહાયની જાહેરાત કરી છે.
આજે બપોરે દિલ્હીથી ખાસ વિમાન દ્વારા તેઓ અમદાવાદ આવી પહોચ્યા હતા. તેમની સાથે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, ગૃહમંત્રી શિવરાજ પાટીલ , કાપડમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત નેતાઓ હાજર રહ્યા હતા.
વડાપ્રધાને એલ.જી .હોસ્પીટલ અને સિવીલ હોસ્પીટલની મુલાકાત લઈને પરિસ્થિતિનું જાતનિરીક્ષણ કર્યુ હતું. તેમજ તેમણે ઘાયલોને આશ્વાસન આપ્યું હતું. તો દિલ્હી પાછા ફરતાં પહેલાં વડાપ્રધાને બ્લાસ્ટમાં મૃત્યુ પામેલાઓ માટે સહાયતા જાહેર કરી હતી.
જેમાં મૃત્યુ પામેલાઓનાં પરિજનોને કેન્દ્ર સરકાર તરફથી રૂ.3.5 લાખની જાહેરાત કરી હતી. જો કે ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેન્દ્ર સરકારે રૂ. 1 લાખની જાહેરાત કરી હતી. જેને વડાપ્રધાનની મુલાકાત બાદ વધારીને રૂ.3.5 લાખ કરવામાં આવી છે. આ સાથે ગુજરાત કોંગ્રેસે પણ મૃતકોને રૂ.1 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે રાજ્ય સરકારે મૃતકોને રૂ. 5 લાખની રોકડ સહાય કરવાની જાહેરાત કરી ચુક્યા છે.