Kamla Ekadashi- પુરૂષોત્તમ કમલા એકાદશી- સુયોગ્ય સંતાનની કામના માટે ખાન-પાનમાં રાખો આ વસ્તુઓનો ખાસ ધ્યાન
શનિવાર, 12 ઑગસ્ટ 2023 (07:02 IST)
પુરૂષોત્તમ એકાદશીને કમલા એકાદશી પણ કહેવાય છે. પુરૂષોત્તમ માસમાં પડવાના કારણે આ એકાદશીનો નામ પુરૂષોત્તમ એકાદશી પડ્યું છે. વિષ્ણુ પુરાણ મુજબ પુરૂષોત્તમ એકાદશી દુર્લભ એકાદશી ગણાય છે. આ મહીનામાં કમલા એકાદશી જ્યેષ્ઠ શુક્લ એકાદશી છે.
કારણકે અધિકમાસ (મલમાસ) એટલે ત્રણ વર્ષમાં એક વાર આ એકાદશી પડે છે. શાસ્ત્રીય માન્યતા મુજબ પુરૂષોત્તમ કમલા એકાદશીના દિવસે કાંસના પાત્રમાં ભોજન નહી કરવું જોઈએ.
સાથે જ આ એકાદશીના દિવસે મસૂરની દાળ, ચણા, મધ, શાક અને લસણ, ડુંગળીના સેવનથી બચવું જોઈએ. તે સિવાય આ દિવસે કોઈ બીજાના આપેલું ભોજન ગ્રહણ નહી કરવું જોઈએ.
આ એકાદશીના દિવસે ગળ્યું ભોજનમાં ફળાહારનો સેવન જ કરવું જોઈએ. માન્યતા મુજબ આ એકાદશી પર જે માણસ આ નિયમોનો પાલન કરતા ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તેને જનમ-જન્માંતરના પાપથે મુક્તિ મળી જાય છે.