હિન્દુ ધર્મમાં ભગવાનની આરાધના કરવાને લઈને અનેક પ્રકારના નિયમ બતાવ્યા છે. આ નિયમોમાંથી એક છે પૂજા માટે તાંબાના વાસણનો પ્રયોગ કરવો. અનેક વિદ્વાનોનુ કહેવુ છે કે તાંબાથી બનેલ વાસણ એકદમ શુદ્ધ હોય છે. એવુ એ માટે કારણ કે તેને બનાવવા માટે કોઈપણ અન્ય ધાતુનો ઉપયોગ નથી કરવામાં આવતો. તાંબાના વાસણનો ઉપયોગ કરવા પાછળ એક કથાનુ વર્ણન કરવામાં આવ્યુ છે. કથા કંઈક આ પ્રકારની છે.
ભગવાન વિષ્ણુએ રાક્ષસ ગુડાકેશને આ વરદાન આપ્યુ અને સમય આવતા ચક્રથી તેના શરીરના અનેક ટુકડા કરી નાખ્યા. જ્યારબાદ ગુડાકેશના માંસથી તાંબા, રક્તથી સોનુ, હાડકાથી ચાંદીનુ નિર્માણ થયુ. આ જ કારણ છે કે ભગવાનની પૂજા માટે હંમેશા તાંબાના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે.