કિન્નરોની માતા
બહુચરા મા વિશે એક પ્રચલિત લોકકથા છે. બહુચરાની માતા બંજારાની પુત્રી હતી. એકવાર મુસાફરી દરમિયાન, તે અને તેની બહેનો પર બાપિયા નામના ડાકુએ હુમલો કર્યો. ત્યારે બહેનોએ પોતાના સ્તન કાપીને મોતને ભેટી હતી. બહુચરાની માતાએ બાપિયાને શ્રાપ આપ્યો કે તે નપુંસક થઈ જશે. શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે બાપિયાએ સ્ત્રીની જેમ પોશાક પહેરીને મા બહુચરાની પૂજા કરવી પડી. ત્યારથી બહુચરા મા નપુંસકોની માતા બની હતી.