શુ છે રાજગરો... ઉપવાસમાં ખવાતો રાજગરાનો લોટ કેવી રીતે બને છે આવો જાણો

ગુરુવાર, 22 ઑક્ટોબર 2020 (15:34 IST)
રાજગરોના લોટ વિશે જાણકારી. હજારો લોકો જે આનો  ઉપયોગ વ્રતમાં કરે છે  , એ નથી જાણતા કે છેવટે  આ રાજગરા શું હોય છે. હોઈ શકે છે કે તમને પણ ખબર નહી  હોય . ચાલો અમે તમને જણાવીએ છે. રાજગરો  એક રીતના છોડ છે , જેની પ્રજાતિઓ જંગલી છે. રાજગરાના સફેદ ફૂલથી નિકળતા બીયડને વાટીને એનો  લોટ તૈયાર કરવામાં આવે છે. જેને સામાન્ય રીતે બધા લોકો રાજગરાનો લોટ કહે છે. 
 
આ ખાસ કરીને વ્રતમાં એટલા માટે ઉપયોગી છે , કારણ કે આ ન તો ધન છે કે ન તો ન તો વનસ્પ્તિ આ એક ઘાસ પરિવારનો સભ્ય છે. વનસ્પતિ વિજ્ઞાન મુજબ પૉલીગોનાઈસી ફેમિલના હોય છે. એના વનસ્પતિ નામ ફાગોપિરમ એક્કુટલેસ હોય છે. અંગ્રેજીમાં કૂટ્ટૂ કે બકવ્હીટ કહે છે. આ પંજાબમાં ઓખલા કહેવાય છે. આ જંગલી વિસ્તારોમાં મળે છે. એની સૌથી વધારે પૈદાવાર રૂસમાં થાય છે. એ પછી ચીને યૂકેન ફ્રાંસ અને બીજા દેશ. ભારતના આશરે જુએ તો સૌથી વધારે ભૂટાનના જંગલી વિસ્તારોમાં  એની પૈદાવાર થાય છે. આ એક જડીબૂટી છે જેને બ્લ્ડપ્રેશર મધુમેહ વગેરેની દવાઓમાં ઉપયોગ કરાય છે.
 
રાજગરો બદનામ કેમ ? 
 
રાજગરા દવાઓમાં  ઉપયોગ થવાના કારણે બદનામ છે. ડાક્ટરો પ્રમાણે રાજગરા ગરમ હોય છે. આથી શરીરમાં કાર્બોહાઈડ્રેડ અને ગ્લૂકોઝનું સ્તર વધી જાય છે. રાજગરામાં વસા વધારે હોય છે. એનો  સાવધાની પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એના લોટને  વધારેમાં વધારે  એક મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય. જ્યાં સુધી બને તાજો લોટ ઉપયોગ કરો. લોટમાં ફંગસ  અને બેક્ટીરિયા લાગી જાય છે. રાજગરાના લોટ વધુ દિવસ રાખવામાં આવે તો  ખરાબ થઈ જાય છે જે શરીર માટે હાનિકારક છે. ખરાબ રાજગરાના લોટથી બનેલા પકવાન ખાવાથી લોકો ફૂડ પ્વાઈજનિંગના શિકાર થઈ જાય છે, બેહોશી આવે છે. શરીર ઢીલું પડી જાય છે.રાજગરાનો ખરાબ લોટ રાસાયણિક પ્રક્રિયા કરીને ઝેર બની જાય છે. 
 
રાજગરાના ફાયદા પણ છે 
 
રાજગરાના ગુણ જાણીને તેના ઉપયોગ કરીએ તો શરીરને ઘણા ફાયદા થાય તેમ છે.
 
- ફક્ત રાજગરામાં જ કુદરતી સ્ટીરોઈડ છે,રાજગરો લોહીમાં સુગરનું લેવલ વધવા દેતો નથી.
 
- ડાયાબિટીસ દર્દી માટે શ્રેષ્ઠ છે,જેમાં કોલેસ્ટ્રોલ ઓછું છે જે મગજ ને લીવરની તાકાતમાં વધારો કરે છે.
 
- વા,સાંધાની તકલીફમાં ઉત્તમ કામ કરે છે ચામડીના રોગ ના થવા દેતો નથી.
 
- આપનો સ્ટેમીના ખુબજ વધારે,શરીરના સ્નાયુનો વિકાસ કરે,તેમજ ચયાપચયની ક્રિયામાં વધારો કરે છે.
 
- રક્તકણો નો વિકાસ કરે છે.
 
- જો રાજગરાનો ઉપયોગ દેશી ગોળ સાથે શિરો બનાવીને અઠવાડિયામાં બે વાર ખાવામાં આવે તો તે આપણા આરોગ્યનો હીરો બને છે ને શરીર સુડોળને ખડતલ બને છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર