Vibhuvana Sankashti Chaturthi 2023: રાહુ-કેતુનો છે અશુભ પ્રભાવ, વિભુવન સંકષ્ટી ચતુર્થી પર કરો આ ઉપાય,
Sankashti Chaturthi 2023: - સનાતન ધર્મમાં ભગવાન ગણેશની ઉપાસનાનુ વિશેષ મહત્વ માનવામાં આવે છે. વર્ષના દરેક મહિને ચતુર્થી તિથિના દિવસે સંકષ્ટી અને વિનાયકી ચતુર્થીનુ વ્રત રાખવામાં આવે છે. આ દિવસે વિધિપૂર્વક ગણપતિની પૂજા આરાધના કરવામાં આવે છે. આ ઉપરાંત ધાર્મિક માન્યતા મુજબ જીવનમાં આવી રહેલી તમામ પરેશાનીઓ અને તમામ કષ્ટોથી અ વ્રતને કરવાથી મુક્તિ પણ મળે છે. હિન્દુ પંચાગ મુજબ અધિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને વિભુવન સંકષ્ટિ ચતુર્થીનુ વ્રત રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ વ્રત વર્ષમાં એકવાર આવ એછે. આ દિવસે જ્યા સુધી પૂજા આરાધના કરવાથી બધી મનોકામના પૂરી થાય છે. ગ્રહ દોષ અને પાપોથી મુક્તિ માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે. એટલુ જ નહી આ દિવસે વ્રત અને ભગવાન ગણેશ ની આરાધના કરવાથી ગ્રહોનો અશુભ પ્રભાવ પણ સમાપ્ત થય છે. આ ઉપરાંત રાહુ અને કેતુના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.
રાહુ અને કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે કરો આ ઉપાય
સંકષ્ટી ચતુર્થીના દિવસે ગ્રહ દોષ અને તેના અશુભ પ્રભાવને દૂર કરવા માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે ગ્રહ દોષ અને તેના અશુભ પ્રભાવને દૂર કરવા માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની વિધિ વિધાનથી આરાધના કરવી જોઈએ. ભગવાન ગણેશના અમોઘ મંત્રનો જાપ કરવો જોઈએ. જો તમે આવુ કરો છો તો રાહુ અને કેતુના અશુભ પ્રભાવથી મુક્તિ મળશે.