વટ પૂર્ણિમાના દિવસે કરશો આ ઉપાય તો સૌભાગ્યવતીનુ મળશે વરદાન

શુક્રવાર, 14 જૂન 2019 (14:53 IST)
વટ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે.. આ ઉપાયો કરવાથી પતિનુ આયુષ્ય વધે 
છે અને સૌભાગ્યવતીનો આશીર્વાદ મળે છે. આ ઉપરાંત આ ઉપાયો કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે જે યુવતીઓના લગ્ન નથી થઈ રહ્યા તે પણ આ ઉપાયો કરે તો તેમને યોગ્ય વરની પ્રાપ્તિ થાય છે. તો આવો જાણીએ આ ઉપાયો  
1. જે કન્યાઓના લગ્નમાં અવરોધ આવી રહ્યો છે તે વટપૂર્ણિમાના દિવસે વડના વૃક્ષમાં કાચુ દૂધ ચઢાવીને ભીની થયેલી માટીથી તિલક કરે  
 
2. પિતૃ બાધા આવી રહી હોય તો વડ પૂર્ણિમાના દિવસે કોઈ નદિ કિનારે કે ધાર્મિક સ્થળ પર વડનુ વૃક્ષ વાવો  
3. વડના ઝાડ પર રોજ જળ ચઢાવવાથી ઘરમાં ખુશીઓનો વાસ થાય છે   
 
4. વટ પૂર્ણિમાના દિવસે સુહાગન સ્ત્રીઓએ સૂતરના દોરાને હળદરથી રંગીને ત્રણ વાર વટવૃક્ષની પરિક્રમા કરવીએ જોઈએ. પતિનુ આયુષ્ય વધે છે. 
 
5. વડ પૂર્ણિમાના દિવસે સુહાગન સ્ત્રીઓ જો કાચુ દૂધ વટના વૃક્ષ પર ચઢાવે છે તો તેમની સંતાન સંબંધી બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. 
 
6. વટ પૂર્ણિમાના દિવસે વડ વૃક્ષને હાથવાળા પંખાથી હવા કરો. ત્યારબાદ એ પંખાથી ઘરે આવીને પતિ પર હવા કરવાથી બધા નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. 
 
7. વડ પૂર્ણિમાના દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવી ખૂબ શુભ રહે છે. 
 
8. વટ પૂર્ણિમાના દિવસે સાંજના સમયે ગળ્યુ જરૂર ખાવ  
 
9. વડના પાનને પોતાના વાળમાં લગાવવાથી ભગવાન શિવ, બ્રહ્મા અને વિષ્ણુઓ ત્રણેયનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 
 
10. વડ પૂર્ણિમાના દિવસે સુહાગન સ્ત્રીઓ પતિ સાથે ઘરના વડીલોનો પણ આશીર્વાદ જરૂર લે.  
તો મિત્રો આ  હતા વટ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે માહિતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર