ભગવાન દત્તાત્રેયની જયંતી માર્ગશીર્ષ મહિનામાં ઉજવવામાં આવે છે. દત્તાત્રેયમાં ઈશ્વર અને ગુરૂ બંને રૂપ સમાહિત છે. તેથી તેમને પરબ્રહ્મમૂર્તિ સદ્દગુરૂ અને શ્રીગુરૂદેવાત્ત પણ કહેવામાં આવે છે. તેમને ગુરૂ વંશના પ્રથમ ગુરૂ, સાથક, યોગી અને વૈજ્ઞાનિક માનવામાં આવે છે.
હિન્દુ ધર્મના ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પ્રચલિત વિચારધારાના વિલય માટે જ ભગવાન દત્તાત્રેયે જન્મ લીધો હતો. તેથી તેમને ત્રિદેવનુ સ્વરૂપ પણ કહેવામાં આવે છે. દત્તાત્રેયને શૈવપંથી શિવનો અવતાર અને વૈષ્ણવપંથી વિષ્ણુનો અંશાવતાર માનવામાં આવે છે. દત્તાત્રેયને નાથ સંપદાયની નવનાથ પરંપરાના પણ અગ્રજ માનવામાં આવે છે. એ પણ માન્યતા છે કે રસેશ્વર સંપ્રદાયના પ્રવર્તક પણ દત્તાત્રેય હતા. ભગવાન દત્તાત્રેય સાથે વેદ અને તંત્ર માર્ગનો વિલય કરી એક જ સંપ્રદાય નિર્મિત કરવામાં આવ્યુ હતુ.
શિક્ષા અને દીક્ષા - ભગવાન દત્તાત્રેયે તેમના જીવનમાં અનેક લોકો પાસેથી શિક્ષા લીહ્દી. દત્તાત્રેયે અન્ય પશુઓના જીવન અને તેમના કાર્યકલાપો સાથે પણ શિક્ષા ગ્રહણ કરી. દત્તાત્રેયજી કહે છે કે જેની પાસેથી જેટલા ગુણ મળ્યા છે તેમને તેમના ગુણોને પ્રદાતા માનીને તેમને પોતાના ગુરૂ માન્યા છે. આ રીતે 24 ગુરૂ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, ચંદ્રમા, સૂર્ય, કપોત, અજગર, સિંધુ, પતંગ, ભ્રમર મધુમાખી, ગઝ, મૃગ, મીન, પિંગલા, કુરરપક્ષી, બાળક, કુમારી, સર્પ, શરકૃત, મકડી અને ભૃંગી.
પુરાણો મુજબ તેમના ત્રણ મોઢા, છ હાથવાળા ત્રિદેવમયસ્વરૂપ છે. ચિત્રમાં તેમની પાછળ એક ગાય અને તેમની આગળ ચાર કુતરા બતાવવામાં આવે છે. ઔદુંબર વૃક્ષની નિકટ તેમનુ નિવાસ બતાવવામાં આવ્યુ છે. વિવિધ મઠ, આશ્રમ અને મંદિરોમાં તેમના આ જ પ્રકારના ચિત્રના દર્શન થાય છે.