શાસ્ત્રોમાં જણાવામાં આવ્યું છે કે શનિવારે તેલની ખરીદી કરવી નહીં. તે ઉપરાંત પણ શનિવારે ઘણા કામોને કરવા અશુભ માનવામાં આવે છે અને તેનાથી શનિદેવ ગુસ્સે થાય છે. શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે, માટે આ દિવસે શનિદેવને ક્રોધિત કરવાની ભૂલ કરશો નહી. આજે અમે તમને કેટલીક એવી માન્યતાઓ વિશે જણાવીએ છીએ શનિવારે શનિ દેવનો દિવસ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિવારના દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ નથી માનવામાં આવે છે. કહેવાય છે કે તેમણે ખરીદવાથી શનિદેવની કૃપા નથી મળતી. આ સાથે જ દરિદ્રતા,
1. શનિવારે સરસવનું તેલ ન ખરીદવું
સરસવનું તેલ ક્યારેય શનિવારે ન ખરીદવું જોઈએ. કારણ કે આ દિવસે શનિદેવને સરસવનું તેલ ચઢાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ શનિવારે સરસવનું તેલ ખરીદે છે તે શનિદેવને શારીરિક વેદના આપે છે.
2. શનિવારે લોખંડની વસ્તુ ન ખરીદવું
શનિવારના દિવસે ક્યારેય પણ લોખંડની કોઈપણ વસ્તુને ઘરમાં ન લાવો. આ લાવવાથી ઘરમાં ઝગડાની સ્થિતિ હોય છે. પરિવારના સભ્યોની વચ્ચે અણબણ થવા માંડે છે.
3. શનિવારે મીઠું અને સાવરણી ન ખરીદવું
જો તમારી કુંડળીમાં શનિવાર ભારે છે તો ભૂલીને પણ મીઠુ ન ખરીદો. આ દિવસે મીઠુ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. ઉપરાંત, આ દિવસે સાવરણી ખરીદવી ન જોઈએ. આમ કરવાથી જીવનમાં આર્થિક મુશ્કેલીઓ વધે છે.