શયનકક્ષનો જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રોમાં એક ખાસ સ્થાન મળેલ છે. કાલ પુરૂષ મુજબ બેડરૂમને કુંડળીના બારમા ભાવથી જોવાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બારમા ભાવને નુકશાન, શૈય્યા સુખ, અનૈતિક સંબંધ અને રોગ સાથે જોડીને જોવાયું છે.
* સોના-ચાંદીના ઘરેણા માથા પાસે મૂકીને ન ઉંઘવું. એનાથી ભાગ્ય નબળું થાય છે.
* લોખંડ સિવાય કોઈ બીજી ધાતુની ચાવી રાખવાથી ચોરીની શકયતા વધી જાય છે.
* જૂતા-ચપ્પલ મૂકવાથી ખરાબ સ્વપન આવે છે.
* નેલ કટર , બ્લેડ , કાતર વગેરે માથા પાસે મૂકીને ન સૂવૂં. એનાથી પુરૂષાર્થમાં કમી આવે છે અને પૌરૂષ શક્તિનો નાશ થાય છે.