રોજ સૂર્યદેવને જળ અર્પિત કર્યા પછી પણ તમને નથી થતો લાભ ? ક્યાંક તમે પણ નથી કરી રહ્યાને આ ભૂલો ?
રવિવાર, 28 એપ્રિલ 2024 (08:30 IST)
પૃથ્વી પર જીવન સૂર્યપ્રકાશને કારણે જ શક્ય બન્યું છે. તેથી હિન્દુ ધર્મમાં સૂર્યને ભગવાન ખૂબ માનવામાં આવે છે. જ્યારે જ્યોતિષમાં સૂર્યને રાજાનું પદ આપવામાં આવ્યુ છે. તેથી હિંદુ ધર્મમાં સૂર્યની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો સવારે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે જળ પણ ચઢાવે છે. સાયન્સ પણ માને છે કે સૂર્યને જળ ચઢાવવાથી સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. પરંતુ ઘણા લોકોનુ કહેવું છે કે તેઓ લાંબા સમયથી સૂર્ય ભગવાનને જળ ચઢાવી રહ્યા છે પરંતુ તેમના જીવનમાં કોઈ ખાસ ફેર જોવા મળ્યો નથી . જો તમે પણ આ લોકોમાંથી એક છો, તો સૂર્ય ભગવાનને જળ ર્વઅર્પિત કરતી વખતે કેટલીક ભૂલો કરી રહ્યા છો. ચાલો જાણીએ કે અર્ઘ્ય ચઢાવતી વખતે તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ.
સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરતી વખતે આ ભૂલો ન કરો
- જો તમે સવારે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો છો, તો ખાસ ધ્યાન રાખો કે જળ અર્પણ કરવાનો સમય લગભગ સમાન હોવો જોઈએ.
- જો તમે અર્ઘ્ય આપવાનું શરૂ કર્યું છે તો કોઈપણ સંજોગોમાં આ નિયમનો ભંગ કરશો નહીં. જો કોઈએ દિવસ તમેં સમયસર અર્ઘ્ય અર્પણ કરી શકતા નથી, તો ક્ષમા માગતી વખતે પાણીમાં કંકુ નાખીને સૂર્યને જળ અર્પણ કરો.
- અર્ઘ્ય આપવા માટે તમારે વાસી પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ.
-જો તમે નિયમ પ્રમાણે દરરોજ સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવો છો તો તેનાથી તમને અનેક શુભ ફળ મળવા લાગે છે. અર્ઘ્ય અર્પણ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે અને તેની અસરથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે. આ સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે છે
- જો તમે નિયમ પ્રમાણે સૂર્ય ભગવાનને અર્ઘ્ય નથી ચઢાવો તો તમને ઈચ્છા પ્રમાણે પરિણામ મળે નહિ.