નમસ્કાર વેબદુનિયા ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનુસ સ્વાગત છે. મિત્રો હાલ ચતુર્માસ ચાલી રહ્યો છે. સુષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં મગ્ન છે. એવુ કહેવાય છે કે તેમની અર્ધાગિની દેવી લક્ષ્મી ભાદરવા શુક્લ અષ્ટમીથી લઈને અશ્વિની કૃષ્ણ અષ્ટમી સુધી ધરતી પર આવે છે. આ દરમિયાન તે પોતાના ભક્તોના ખાલી હાથ અને તિજોરી ભરે છે. એવુ કહેવાય છે કે જન્મો જન્મની ગરીબી આ 16 દિવસમાં માતાને પ્રસન્ન કરીને દૂર કરી શકાય છે. જો તમે પણ આ તકનો લાભ ઉઠાવવા માંગો છો તો સપ્તમ શ્રાદ્ધના દિવસે મહાલક્ષ્મી વ્રત છે. દરિદ્રતા અને રૂપિયા પૈસાની તંગીથી છુટકારો મેળવવા માંગો છો તો આ કામ કરો...
આ વસ્તુઓનુ કરો દાન - ચુંદડી, સિંદૂર, રિબિન, કાંસકો, અરીસો, વસ્ત્ર અથવા રૂમાલ, બીંછિયો, નાકની નથ, ફળ, મીઠાઈ, મેવા, લવિંગ અને ઈલાયચી
ચંદ્રમાને જળથી અર્ધ્ય આપો.
ઓફિસમાં ટેબલ પર સ્ફટિક શ્રીયંત્ર, ક્રિસ્ટલ બોલ, સ્ફટિક કચ્છપ શ્રીયંત્ર, સ્ફટિકથી બનેલ દેવ પ્રતિમા, સ્ફટિક પિરામિડ, વગેરે ઈશન કે ઉત્તર દિશાની તરફ મુકવાથી કાર્યક્ષમતા વધે છે અને વ્યવસાયમાં ચમત્કારિક વૃદ્ધિ થાય છે.