કોઈપણ દેવી દેવતાનુ પૂજન આરતી સાથે જ પુર્ણ થાય છે. આ કારણે આરતીના સંબંધમાં અનેક નિયમો બતાવાયા છે. શાસ્ત્રો મુજબ આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો અપશકુન માનવામાં આવે છે. આ કરણે આ વાતનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે પૂજા વગેરે કર્મ જ્યા સુધી પુર્ણ ન થાય ત્યા સુધી દીવો સળગતો રહેવો જોઈએ. અહી જાણો જો પુર્ણ સાવધાની રાખવા છતા પણ જો દીવો ઓલવાય જાય તો શુ કરવુ જોઈએ..
આરતી માટે દીવો તૈયાર કરતી વખતે ધ્યાન રાખો કે દીવામાં પુરતુ ઘી કે તેલ હોય. દીવાની જ્યોત જે કપાસમાંથી બનાવવામાં આવે છે એ પણ સારી રીતે બનાવવી જોઈએ. સાથે જ પૂજા અર્ચના કરતી વખતે એ ક્ષેત્રમાં પંખો કે કુલર વગેરે પણ ન ચલાવવા જોઈએ. તેજ હવાથી પણ દીવો ઓલવાય શકે છે. પૂજન કાર્યમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો. ભગવાનની આરાધના પહેલા ખુદને પણ પવિત્ર કરી લેવા જોઈએ.