Panchak in gujarati- જ્યોતિષ મુજબ પંચકમાં આવનારા નક્ષત્રોમાં શુભ કાર્ય થઈ શકે છે. પંચકમાં આવનારા ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર વાર સાથે મળીને સર્વાર્થ સિદ્ધિ યોગ બનાવે છે. બીજી બાજુ ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ અને રેવતી નક્ષત્ર યાત્રા, વેપાર મુંડન વગેરે શુભ કાર્યોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
5. પંચકમાં શબના અંતિમ સંસ્કાર કરતા પહેલા કોઈ યોગ્ય પંડિતની સલાહ જરૂર લેવી જોઈએ. જો આવુ ન થઈ શકે તો શબની સાથે પાંચ પૂતળા લોટના કે કુશ (એક પ્રકારની ઘાસ)થી બનાવીને અર્થી પર મુકવા જોઈએ અને આ પાંચનુ પણ લાશની જેમ જ પૂર્ણ વિધિ-વિધાનથી અંતિમ સંસ્કાર કરવા જોઈએ. તો પંચક દોષ સમાપ્ત થઈ જાય છે. આવુ ગરુડ પુરાણમાં લખ્યુ છે.
આ શુભ કાર્ય પંચકમાં કરી શકો છો
પંચકને ભલે અશુભ માનવામાં આવતુ હોય છે પણ આ દરમિયાન સગાઈ, વિવાહ વગેરે શુભ કાર્ય પણ કરવામાં આવે છે. પંચકમાં આવનારા ત્રણ નક્ષત્ર પૂર્વા ભાદ્રપદ્ર ઉત્તરા ભાદ્રપદ અને રેવતી રવિવારના હોવાથી આનંદ વગેરે 28 યોગોમાંથી 3 શુભ યોગ બનાવે છે. આ શુભ યોગ આ પ્રકારના છે. ચર, સ્થિર વ પ્રવર્ધ. આ શુભ યોગોથી સફળતા અને ધન લાભનો વિચાર કરવામાં આવે છે.