વિવાહ સંબંધમાં મંગળ દોષ મુખ્ય અવરોધ હોય છે અને ઘણીવાર અજાણતા પણ મંગળવાળી કુંડળીને લઈને ઉહાપોહ ઉભો કરવામાં આવે છે અને જાતકનુ લગ્ન થઈ જ નથી શકતુ. મંગળ સ્વભાવથી તામસી અને ઉગ્ર ગ્રહ છે. આ જે સ્થાન પર બેસે છે તેનો પણ નાશ કરે છે. જેને જુએ છે તેને પણ નુકશાન કરે છે. ફક્ત મેષ અને વૃશ્ચિક રાશિ (સ્વગ્રહી) હોવાથી આ નુકશાન નથી કરતુ. જ્યારે કુંડળીમાં મંગળ પ્રથમ, ચતુર્થ, સપ્તમ અને અષ્ટમ કે દ્વાદશ સ્થાનમાં હોય તો તે પત્રિકા માંગલિક માનવામાં આવે છે.