Pradosh Vrat 2024: ક્યારે છે મહા મહિનાનુ પ્રદોષ વ્રત ? જાણી લો શુભ મુહુર્ત

બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (05:01 IST)
Pradosh Vrat 2024: હિન્દુ ધર્મમાં ત્રિદેવોમાં ભગવાન શિવ બધાના આરાધ્ય દેવ છે. ભગવાન શિવની જેના પર કૃપા થઈ જાય છે તેના જીવનમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારની સમસ્યા આવતી નથી.  માઘ મહિનો તેના અંતિમ તબક્કામાં છે, પ્રદોષ વ્રત આ મહિનાની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવશે. આ દિવસે લોકો મહાદેવનું શરણ મેળવવા માટે તેમની પૂજા અને ઉપવાસ કરે છે. પ્રદોષ વ્રત દર મહિનાની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે. આ વખતે માઘ મહિનાનું છેલ્લું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે, તેની પૂજા માટે કયો હશે શુભ સમય, જાણો અહીં હિન્દુ કેલેન્ડર મુજબ.
 
પ્રદોષ વ્રતનુ શુભ મુહૂર્ત 
પ્રદોષ વ્રત - 21 ફેબ્રુઆરી 2024 દિવસ બુધવાર 
માઘ મહિનો શુક્લ પક્ષ ત્રયોદશી તિથિ શરૂ - બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 ના રોજ સવારે 11:27 થી શરૂ
 માઘ મહિનો શુક્લ પક્ષ ત્રયોદશી તિથિ સમાપ્ત - ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 ના રોજ બપોરે 1:21 વાગ્યે સમાપ્ત થશે
  
પ્રદોષ વ્રતની પૂજાનો સમય - 21 ફેબ્રુઆરી બુધવાર, 2024 સાંજે 6:15 થી 8:47 સુધી. આ સમયને પ્રદોષ કાળ કહેવામાં આવે છે જેમાં ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવી શ્રેષ્ઠ છે.
 
પ્રદોષ વ્રતની પૂજા વિધિ
 
- પ્રદોષ વ્રતના દિવસે સવારે સૂર્યોદય સમયે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો.
- ત્યારબાદ પ્રદોષ વ્રત રાખવા માટે જળથી આચમન કરી સંકલ્પ લો.  
- પૂજા વિધિ મુજબ આ દિવસે તમે બેલના પાન, ધતુરા, શમીના પાન વગેરે ચઢાવીને શિવલિંગની પૂજા કરી શકો છો.
-  આ ઉપરાંત તમે ભગવાન શિવના ઓમ નમઃ શિવાય મંત્રના 11 મંત્ર પણ કરી શકો છો.
- આ સાથે મહાદેવની કૃપા મેળવવા માટે તમે પ્રદોષ વ્રતના દિવસે શિવ ચાલીસા, શિવષ્ટકમ સ્તોત્ર, શિવ પુરાણ વગેરેનો પાઠ કરી શકો છો.
-  મોટેભાગે પ્રદોષ વ્રતની પૂજા પ્રદોષ કાળમાં કરવી જોઈએ. આ સમયગાળા દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી યોગ્ય રહે છે. 
- પ્રદોષ વ્રત પર ભોલેનાથના કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરો.
-  મહામૃત્યુંજય મંત્રઃ- શાસ્ત્રો અનુસાર આ મંત્રનો નિયમિત જાપ કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે. તેનો જાપ કરવાથી વ્યક્તિ સ્વસ્થ બને છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
 
ॐ त्र्यम्बकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम्।
 
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्।।
 
પંચાક્ષર મંત્ર- પંચાક્ષર મંત્ર પાંચ શબ્દોથી બનેલો છે. આ ભગવાન શિવનો સૌથી સરળ અને શક્તિશાળી મંત્ર છે. આનો જાપ કરવાથી મહાદેવ ભક્તોને જીવનની નૈયા પાર કરવામાં મદદ કરે છે અને જીવનના દરેક દુ:ખનો અંત લાવે છે. આ મંત્ર મનને શાંતિ અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે.
 
ॐ नमः शिवाय
 
શિવ ગાયત્રી મંત્ર- ભગવાન શિવના આ મંત્રનો મહાન મહિમા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યો છે. આ મંત્ર ભગવાન શિવનો સૌથી અસરકારક મંત્ર છે. આનો જાપ કરતા પહેલા સ્નાન વગેરે અવશ્ય કરો. જે લોકો તેનો જાપ કરે છે તેમને જીવનમાં દરેક પ્રકારની સમૃદ્ધિ મળે છે અને ભોલેનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
 
ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्।।

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર