Mantra of Life - આ રીતે બગાડી રહ્યા છો તમે તમારુ ભાગ્ય, ન કરશો આ ભૂલ
બુધવાર, 24 મે 2017 (11:29 IST)
જીવનમાં હાથનુ ખૂબ મહત્વ છે. આ પુરૂષાર્થનુ પ્રતીક છે. ભાગ્ય હાથમાં જ લખેલુ હોય છે અને હાથથી જ બદલી પણ શકાય છે. અહંકાર કહે છે કે હાથ જુઓ પણ શાસ્ત્ર કહે છે કે હાથને જુઓ કે તેણે આ સંસારમાં શુ કર્યુ છે.
સંસ્કૃતમા શ્લોક છે જેને સવારે ઉઠતા જ બંને હાથની હથેળીઓ પરસ્પર જોડીને ફેલાવીને જપવી જોઈએ અને પછી બંને હથેળીઓ ચેહરા પર સ્પર્શ કરવી જોઈએ.... એ શ્લોક છે..
कराग्रे वसते लक्ष्मी, कर मुले सरस्वती, कर मध्ये तू गोविन्दः, प्रभाते कर दर्शनं। ओम सूर्याय नम:।
આ શ્લોકનો અર્થ છે કે હાથની આગળના ભાગમાં લક્ષ્મીનો વાસ હોય છે. અંતિમ ભાગમાં સરસ્વતી અને હથેળી વચ્ચે ખુદ ભગવાન શ્રીકૃષ્ણ વિરાજે છે.
મનુષ્યને પોતાના ધર્મ અને સમાજની ભાષાનો હંમેશા આદર કરવો જોઈએ. અસત્ય અને નિંદાના સમાન કોઈ પાપ હોઈ શકતુ નથી. તેથી જીવનમાં ક્યારેય પણ અસત્યના સહારે ન ચાલવુ જોઈએ.
જ્યા વસ્તુ કે વિચારમાં જરૂર કરતા વધારો થઈ જાય છે ત્યા નિયમ લાગૂ કરવો જરૂરી થઈ જાય છે.
જે રીતે આપણે રોજ વસ્ત્ર બદલીએ છીએ જેથી શરીર અને પહેરવેશ બંને સ્વચ્છ દેખાય એ જ રીતે વિચારોમાં પણ શુદ્ધતા લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.