શુક્લ પક્ષની નવમી તિથિને શ્રીરામ નવમીના પર્વના રૂપમાં ઉજવાય છે. વાલ્મીકી રામાયણ મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુએ શ્રીરામના રૂપમાં ધરતી પર અવતાર લીધો હતા. આ વખતે શ્રીરામ નવમીનો તહેવાર 15 એપ્રિલના રોજ શુક્રવારે છે. શ્રીરામ નવમીના અવસર પર આજે અમે તમને એવી રોચક વાતો જણાવી રહ્યા છીએ, જેને ખૂબ ઓછા લોકો જાણે છે.
આ રીતે બન્યો રામસેતુ
વાનરોને સમુદ્ર પર પુલ બનાવવામાં 5 દિવસ લાગ્યા હતા. પહેલા દિવસે 14 યોજન(1 યોજન એટલે કે 13 કિમી) બીજા દિવસે 20 યોજન , ત્રીજા દિવસે 21 યોજન ,ચોથા દિવસે 22 યોજન અને પાંચમા દિવસે 23 યોજન પુલ બનાવ્યો હતો. આ રીતે કુલ 100 યોજન લંબાઈનો પુલ સમુદ્ર પર બનાવ્યો હતો. આ પુલ 10 યોજન પહોળો હતો.