karwa chauth 2023- કરવા ચોથ 2023 પૂજાનો શુભ મુહુર્ત અને ચંદ્રોદયનો સમય

મંગળવાર, 31 ઑક્ટોબર 2023 (15:52 IST)
કરવા ચોથ 2023-  તારીખનો સમય શુભ મુહૂર્ત અને પૂજા વિધિ: હિંદુ કેલેન્ડર મુજબ, દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કરવા ચોથનું વિશેષ મહત્વ છે.
 
પૂજા માટેનો શુભ સમય - સાંજે 05:34 થી 06:40 સુધી
પૂજાનો સમયગાળો- 1 કલાક 6 મિનિટ
અમૃત કાલ- સાંજે 07:34 થી 09:13 સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગ- આખો દિવસ અને રાત
 
ચંદ્રોદયનો સમય (દિલ્હી): 01 નવેમ્બર 2023 રાત્રે 08:15 વાગ્યે

 આખો દિવસ નિર્જળ રહો.
 
- દિવાલ પર ગેરુથી લીંપીને તેના પર વાટેલા ચોખાના લેપથી કરવા (નીચે આપેલ ચિત્ર) નું ચિત્ર બનાવો.
 
- શીરો-પુરી અને પાકાં વ્યંજન બનાવો
 
- પીળી માટીથી પાર્વતી બનાવો અને તેમના ખોળામાં ગણેશજીને બેસાડો.
 
- ગૌરીને લાકડીના આસન પર બેસાડો. ગૌરીને ચુંદડી ઓઢાવો. બિંદી વગેરે સુહાગની સામગ્રી વડે ગૌરીનો શ્રૃંગાર કરો.
 
- પાણીથી ભરેલો લોટો મુકો.
 
- ભેટ આપવા માટે માટીનો ટોટીવાળો કરવો(ઘડો) લો. તેમાં ઘઉં મુકીને ઢાંકો અને ઢાંકણમાં દળેલી ખાંડ ભરી દો. તેની ઉપર દક્ષિણા મુકો.
 
- કરવા પર સ્વસ્તિક બનાવો.
 
- ગૌરી-ગણેશ અને ચિત્રિત કરવાની પરંપરાનુસાર પૂજા કરો. પતિની દીર્ઘાયુની કામના કરો.
 
'નમઃ શિવાયૈ શર્વાણ્યૈ સૌભાગ્યં સંતતિ શુભામ્‌.
પ્રયચ્છ ભક્તિયુક્તાનાં નારીણાં હરવલ્લભે'
- કરવા પર 13 બિંદી મુકો, અને ઘઉં કે ચોખાના 13 દાણા હાથમાં લઈને કરવા ચોથની વાર્તા કહો કે સાંભળો.
 
- કથા સાંભળ્યા પછી કરવા પર હાથ ફેરવી પોતાની સાસુના પગે પડી આશીર્વાદ લો અને તેમને કરવા આપી દો.
 
- તેર ઘઉંના દાણા અને પાણીનો લોટો અથવા ટોટીદાર કરવાને અલગ મુકો.
 
- રાતે ચદ્રમાઁ નીકળ્યા પછી ચારણીની આડથી તેને જુઓ અને ચદ્રને અર્ધ્ય આપો.
 
- ત્યારબાદ પતિ પાસેથી આશીર્વાદ મેળવો. તેમને ભોજન કરાવો અને પોતે પણ ભોજન કરો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર