Jaya Ekadashi - જયા એકાદશીના દિવસે કરી લો આ ઉપાય, લક્ષ્મી-નારાયણની કૃપા પ્રાપ્ત થશે

શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (06:40 IST)
હિન્દુ ધર્મમાં શ્રીકૃષ્ણએ આ જયા એકાદશીનુ મહત્વ બતાવતા જણાવ્યુ કે આ વ્રતના પ્રભાવથી વ્રતધારી બ્રહ્મ વગેરે પાપોથી મુક્ત થઈને મોક્ષને પ્રાપ્ત કરે છે.  આખો દિવસ વ્રત રાખવા  ઉપરાંત જાગરણ કરો. રાત્રિ વ્રત કરવુ શક્ય ન હોય તો ફળાહાર કરો.  બારસના દિવસે સવારે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી યોગ્ય દાન દક્ષિણા આપીને વિદાય આપો. પછી ખુદ ભોજન ગ્રહણ કરો. ધર્મ શાસ્ત્રો મુજબ જે જયા એકાદશીનુ વ્રત કરે છે તેને પિશાચ યોનિમાં જન્મ લેવો પડતો નથી. 
 
 ધાર્મિક માન્યતા છે કે એકાદશી વ્રત એ બધા ઉપવાસોમાં સૌથી કઠિન ઉપવાસ છે. આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિ મૃત્યુ પછી વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. આ દિવસે નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે લક્ષ્મી-નારાયણની કૃપા મેળવવા માટે એકાદશીના દિવસે કરો આ ઉપાયો.
 
જયા એકાદશીના દિવસે કરો આ ઉપાય   (Jaya Ekadashi Upay)
 
-  ધાર્મિક માન્યતા છે કે એકાદશી પર તુલસીનો છોડ લગાવવો શુભ હોય છે. પરંતુ જો તમે તેને યોગ્ય દિશામાં રાખશો તો ફાયદો થશે. એવું કહેવાય છે કે મોક્ષદા એકાદશી પર તુલસીનો છોડ લગાવવો વિશેષ ફળદાયી છે.
 
-  આ દિવસે મેરીગોલ્ડ ફૂલનો છોડ લગાવવો પણ ફાયદાકારક છે. આ છોડને ઘરની ઉત્તર દિશામાં લગાવો.
 
-  ધાર્મિક ગ્રંથો અનુસાર, આમળાના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેથી જયા એકાદશીના દિવસે ઘરમાં આમળાનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે.
 
-  શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે તમારી ક્ષમતા અનુસાર ગરીબો અને જરૂરિયાતમંદોને દાન આપો.
 
-  જ્યોતિષના મતે એકાદશીના દિવસે ઘરમાં અથવા ઘરની છત પર પીળો ધ્વજ અવશ્ય લગાવવો જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર