હિન્દુ ધર્મ - શ્રાવણ મહિનામાં કેવી રીતે થશે ધનની વર્ષા

શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (10:47 IST)
શ્રાવણ મહિનાને મૂળ રૂપથી શિવ અને શક્તિની જોડીનો મહિનો માનવામાં આવે છે. એટલે પૌરુષ અને પ્રકૃતિનું  મિલન.આ માસ શક્તિ અને શિવની સાધના માટે સર્વોતમ ગણાય છે. 
 
શક્તિના અનેક રૂપોમાં જગત પ્રસૂતા માતા મહાલક્ષ્મીનુ સર્વોચ્ચ સ્થાન છે. લક્ષ્મીના આઠ સ્વરૂપોમાંથી ધન લક્ષ્મીનુ સ્થાન દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે. 
 
જે માણસ પોતાના જીવનમાં કમાય તો ખૂબ છે પણ વધારે કમાવવા છતા પણ જો ધનનો સંચય ન કરી શકે એટલે કે ધનની બચત ન કરી શકે તો શ્રાવણ મહિનાના શુક્રવાર શરૂ કરો. 
 
ધનના સંચયનો આ સરળ ઉપાય છે. આ સરળ ઉપાયથી તમારા બચાવેલ  ધનની વૃદ્ધિ થશે. ઘરમાં ક્યારે પણ પૈસાની અછત નહી  આવે.  તમારો સંસાર ધન-ધાન્યથી  ભરેલો રહેશે. 
 
 
ઉપાય : શુક્રવારના રોજ  સાંજે સફેદ કપડાં પહેરી કોઈ શિવાલયમાં જઈ અથવા ઘરમાં રાખેલા પારદ  શિવલિંગનું  પૂજન કરો.શુદ્ધ ઘી નો દીવો કરો,ગુલાબી ફૂલો અર્પિત કરો ,ગુલાબની અગરબતી કરો. સફેદ ચંદન અર્પિત કરો .અત્તર ચઢાવો. શક્કરપારા ચઢાવો.  કમળકાકડી અથવા ચંદનની માળા દ્વારા ઉત્તર દિશા તરફ મુખ કરી 108 વાર આ મંત્રજાપ કરો.  
 
મંત્ર- ॐ મહાલક્ષ્મયૈ ચ વિદ્યહે વિષ્ણુપત્ન્યૈ ચ ધીમહી ત્ન્નો લક્ષ્મી પ્રચોદયાત 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર