Hariyali amavasya- હરિયાળી અમાસ આ દિવસે વૃક્ષ લગાવવાથી સુખ સમૃદ્ધિ મળે છે

સોમવાર, 17 જુલાઈ 2023 (07:32 IST)
હરિયાળી અમાસના દિવસે વૃક્ષ અને છોડને રોપવાનુ કાર્ય કરવામાં આવે છે. જેનાથી પર્યાવરણ શુદ્ધ થાય છે. અમાસના આ દિવસે શિવ પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે દિવાસો પર જુદા-જુદા છોડ લગાવવા જોઈએ મનોકામના પૂરી થઈ શકે છે. અહીં જાણો કઈ ઈચ્છા માટે કયો છોડ લગાવવો જોઈએ.
 
1.  પીપળનુ વૃક્ષ લગાવવાથી મનુષ્યને સેકડો યજ્ઞ સમાન પુણ્ય મળે છે. 
 
2. લક્ષ્મી કૃપા મેળવવા માટે તુલસી , આમળા, કેળા , બિલ્વપત્રના છોડ લગાવવા જોઈએ.
 
3. સ્વાસ્થય લાભ મેળવવા માટે બ્રાહ્મી, પલાશ, અર્જુન, આમળા, સૂરજમુખી, તુલસીના છોડ લગાવી શકાય છે.
 
4. જો ભાગ્યનો સાથ ન મળી રહ્યો હોય તો ઘરની આસપાસ અશોક, અર્જુન, નારિયળ , બડ(વટ)ના છોડ લગાવવા જોઈએ.
 
5. સંતાન સુખ - મેળવવા માટે પીપળ, નીમ, કદમ્બનો છોડ લગાવવો.
 
6. જો બુદ્ધિનો વિકાસ ઈચ્છતા હોય તો અષાઢી અમાવસ્યા પર શંખપુષ્પી , પલાશ, બ્રાહ્મી કે તુલસીના છોડ લગાવવા જોઈએ.
 
7. ઘરમાં સુખ સમૃદ્ધિ ઈચ્છો છો તો નીમ, કદમ્બના છોડ લગાવો.
 
8. પીપળનુ વૃક્ષ લગાવવાથી મનુષ્યને સેકડો યજ્ઞ સમાન પુણ્ય મળે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર