મંગળવારે હનુમાનજીને લાડુનો ભોગ લગાવવામાં આવે છે...

મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (09:07 IST)
તમે બજરંગબલીને ભોગના રૂપમાં તુલસીના પાન પણ ચઢાવી શકો છો. કહેવાય છે કે તુલસીના પાન હનુમાનજીને ચઢાવવાથી તેમની કૃપા વરસે છે. 
 
હિંદુ ધર્મમાં અઠવાડિયાના બધા દિવસ જુદા-જુદા દેવી દેવતાઓને સમર્પિત છે. તેના મુજબ મંગળાવારનો દિવસ હનુમાનજીને સર્મપિત કરાયું છે. તેથી મંગળવારે હનુમાનજીની પૂજા કરવાનો મહત્વ વધારે થઈ જાય છે. આ દિવસે બજરંગબલી એટલે કે હનુમાનજીના ભક્ત ખૂબ શ્રદ્ધાભાવથી તેમની પૂજા અર્ચના કરે છે. એવું કહેવાય છે કે જે ભક્ત ઉપર  હનુમાનજીની કૃપા હોય છે તે તેમના જીવનમાં કોઈ પણ રીતના કષ્ટનો સામનો કરવું નહી પડે છે.  આ બધું સિવાય કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતા સમયે તેમને ભોગ ચઢાવવાનો ખાસ મહત્વ છે. પણ શું તમે જાણો છો કે બજરંગબલીને કઈ વસ્તુઓનો ભોગ લગાવવું જોઈએ. જો નહી તો આજે અમે તમને તેના વિશે જણાવીશ 
 
એવી માન્યતા છે કે હનુમાનજીને લાડું ખૂબ પ્રિય છે. તેથી મંગળવારના દિવસે તેમની પૂજા કરતા સમયે તેમને ભોગના રૂપમાં લાડું ચઢાવવા જોઈએ. કહેવું છે કે લાડુનો ભોગ મેળવી હનુમાનજી ખૂબ પ્રસન્ન થાય છે અને તેમના ભકતની મનોકામના પૂરી કરે છે. તે સિવાય તમે બજરંગબલીને ભોગના રૂપમાં તુલસીના પાન પણ ચઢાવી શકે છે. કહેવાય છે કે તુલસીના પાન હનુમાનજીને ચઢાવવાથી તેમની કૃપા વરસે છે. 
 
હનુમાનજીને ભોગ ચઢાવવાનો એક પ્રસંગ પ્રસિદ્ધ છે. આ પ્રસંગ મુજબ એક વાર માતા સીતા હનુમાનને ભોજન કરાવતી હતી. હનુમનાજીને ખાતા-ખાતા સાંજ થઈ ગઈ પણ તેમનો પેટ નહી ભરાયું. તેનાથી સીતાજી ખૂબ પરેશાન થઈ અને રામજીથી તેમનો કારણ પૂછ્યું રામએ કીધું કે હનુમાનજીને તુલસીના બે પાન ખવડાવી દો. તેનો પેટ તરત ભરી જશે. સીતાએ એવું જ કર્યું અને હનુમાનજીનુ પેટ ભરી ગયું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર