Gift માં મળેલ આ સામાન ઘરમાં કરાવે છે દુર્ભાગ્યનો પ્રવેશ

બુધવાર, 30 નવેમ્બર 2016 (12:36 IST)
જ્યા પ્રેમ છે ત્યા ભેટની લેવડ-દેવડ થતી રહે છે. ભેટ આપવા માટે કોઈ અવસરની રાહ નથી જોવી પડતી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે ભગવાન મિત્ર ગુરૂ અને પુત્રીના ઘરે ક્યારેય ખાલી હાથ ન જવુ જોઈએ. તેમને માટે કોઈને કોઈ ભેટ જરૂર લઈ જવી જોઈએ. ક્ષમતા ન હોય તો હાથમાં તુલસી પત્ર લઈને જઈ શકો છો. કેટલાક ઈર્ષાળુ લોકો એવા હોય છે જે કંઈક એવો સામાન ભેટમાં આપી દે છે જેનાથી ઘરમાં દુર્ભાગ્યનો પ્રવેશ થઈ જાય છે. 
 
ઘરમાં બેડ લક લાવે છે આ ભેટ 
 
- પ્રચંડ જીવોની ફોટો અથવા મૂર્તિ જેવો કે વાઘ, દીપડો, સિંહ વગેરે. 
- ડૂબતા જહાજની ફોટો અથવા મૂર્તિ 
- ચાકુ છરી જેવો નુકીલો સામાન 
- પરફ્યૂમ 
- કાળા રંગના કપડા 
- જૂતા 
- રૂમાલ 
- ઘડિયાળ 
- શનિવારના દિવસે મિત્રો સાથે લેવડ-દેવડ ન કરો. આ દિવસે તેમની સાથે વિવાદ પણ ન કરવો જોઈએ. 
- મિત્રોને ક્યારેય પણ કાળા રંગની વસ્તુ ભેટ ન કરો અને ન તો તેમની પાસેથી લો. કાળા રંગ રાહુને પ્રભાવિત કરે છે. જેને મિત્રતા માટે શુભ નથી માનવામાં આવતા. 
 
ઘરમાં ગુડ લક લાવે છે આ ભેટ 
 
- ઘરની સ્ત્રીઓને વસ્ત્ર, ઘરેણા વગેરે આપવાથી દેવી લક્ષ્મી પ્રસન્ના થાય છે 
- સૂર્યાસ્તના સમયે બહારની વ્યક્તિને કોઈ પણ પ્રકારની ભેટ ન આપો. આવુ કરવાથી ઘનની હાનિ થાય છે. 
- જ્યારે પણ ઘરની બહાર જાવ પરત ફરતા કંઈક લઈને આવો (ખાવા-પીવાનો સામાન કે ઘરમાં ઉપયોગમાં થનારી કોઈપણ વસ્તુ) ખાલી હાથ ઘરમાં પ્રવેશ ન કરો. 
- અષ્ટમીના દિવસે કન્યાઓને ખીર-પુરી ખવડાવવી જોઈએ. 
- એવુ કહેવાય છે કે એંઠુ ખાવાથી પ્રેમ અને મિત્રમાં વધારો થાય છે પણ વાસ્તુ મુજબ આ ઝગડાનું કારણ બને છે. દોસ્તીને મજબૂત બનાવવા માટે એકબીજાનું એંઠુ ભોજન ન કરો. 
- લક્ષ્મી કૃપા માટે દર ગુરૂવારે સુહાગણ સ્ત્રીને કોઈપણ સુહાગની વસ્તુ ભેટ કરો. 

વેબદુનિયા પર વાંચો