શનિના સાઢેસાતીથી બચવા માટે કોઈપણ સમયે કરો આ મંત્રનો જાપ
શનિવાર, 28 નવેમ્બર 2020 (09:40 IST)
મોટાભાગના લોકો એવા હોય છે જે શનિ દોષ અને શનિની સાઢેસાતીના પ્રભાવ સામે ઝઝૂમી રહ્યા હોય છે. જેના નિવારણ માટે તેમને ન જાણે કેવા કેવા જતન કરવા પડે છે.
જો તમે પણ એ લોકોમાંથી એક છો તો આ ઉપાય તમારા આ કાર્યમાં મદદ કરશે અને તેનાથી તમારા પર શનિદેવની કૃપા કાયમ બની રહેશે.
તેને કરવા માટે તમે શનિવારના દિવસે સવારનો કે પછી સાંજનો સમય પસંદ કરી શકો છો. જો ત્યારબાદ પણ તમને સમય ન મળે તો દિવસમાં કોઈપણ સમયે કે જ્યારે તમે સૂઈ ગયા પછી ઉઠો કે તરત આ મંત્રનો જાપ કરો
આવુ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમને કોઈપણ કાર્યમાં અવરોધ આવતો નથી. આવો જાણીએ આ મંત્રો વિશે.
જો તમે સવારે અને સાંજના સમયે આ મંત્રોનો જાપ કરો છો તો તેલનો દીવો પ્રગટાવો.. ત્યારબાદ શનિ મંત્રોનો જાપ કરવો શરૂ કરો.. ધ્યાન રાખો કે તેમાથી કેટલાક એવા મંત્ર પણ છે જે તમને 108 વાર રિપિટ કરવાના છે.
ॐ सूर्यपुत्रों दीर्घदेहोविशालाक्ष: शिवप्रिय:।
मन्दचार प्रसन्नात्मा पीड़ा दहतु मे शनि:।। (108 बार)