ekadashi list 2023 વેબદુનિયાના પ્રિય વાચકો માટે નવા વર્ષ 2023 માં આવી રહેલી એકાદશીઓની સંપૂર્ણ સૂચિ અહીં છે. જેમાં તમને ખબર પડશે કે વર્ષની 24 એકાદશીઓ ક્યારે આવવાની છે. આવો જાણીએ એકાદશી વિશેની સૌથી મહત્વપૂર્ણ માહિતી - 2023 એકાદશીના ઉપવાસના દિવસો (2023 Ekadashi Fasting days)
ધાર્મિક શાસ્ત્રોના મુજબ એકાદશી ( ekadashi 2023) તિથિ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અર્ચના માટે સમર્પિત દિવસ ગણાય છે. વર્ષભરમાં આવનારા 24 એકાદશીઓનુ હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ દિવસે વ્રત કરનારાઓએ સવારે વહેલા ઊઠીને પ્રાર્થના કરવી જોઈએ અને ઉપવાસનું વ્રત લેવું જોઈએ.
જે વર્ષમાં અધિક માસ અથવા માલ માસ આવે છે, તે વર્ષમાં એકાદશીના ઉપવાસની સંખ્યામાં 2 વધુ વધારો થાય છે, તેથી 24 ને બદલે 26 એકાદશીઓ આવે છે. પરમા નામની એકાદશી અને અધિક માસમાં પદ્મિની આવે છે. ચાલો આપણે અહીં વર્ષ 2023 - 2023 એકાદશી ઉપવાસના દિવસો માં આવનારી તમામ એકાદશીઓ વિશેની સંપૂર્ણ સૂચિ જાણીએ.