Valentine Day 2023: લાલ ગુલાબના કરી લો આ ઉપાય, મળશે પ્રેમનો સાથ અને લવ મેરેજમાં આવી રહેલી સમસ્યા થશે દૂર

મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (08:16 IST)
Rose Day 2023: આજે એટકે જે મંગળવારથી વેલેંટાઈન વીક  (Valentine Week) ની શરૂઆત થઈ ચુકી છે. પ્રેમ કરનારાઓ માટે આ અઠવાડિયુ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. 7 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી પ્રેમીઓ માટે આ એક ઉત્સવ હોય છે. આ દરમિયાન અનેક લોકો પોતાના દિલની વાત પોતાના પ્રિયતમ સુધી જુદી જુદી રીતે પહોચાડે છે.  વેલેંટાઈન ડે ના પહેલા દિવસે રોજ ડે (Rose Day)' ઉજવવામાં આવે છે જેમા પ્રેમ કરનારા એકબીજાને લાલ ગુલબ આપે છે. ઉલ્લેખનીય છે કે લાલ ગુલાબને પ્રેમનુ પ્રતિક માનવામાં આવે છે. 
 
બીજી બાજુ તમને બતાવી દઈએ કે રોજ ડેના દિવસે તમે લાલ ગુલાબથી કેટલાક ખાસ ઉપાય કરી શકો છો. આ ઉપાયથી તમારા પ્રેમ સંબંધમાં મધુરતા આવવાની સાથે જ તમારા પ્રેમ લગ્નમાં આવી રહેલા અવરોધો દૂર થશે. તો ચાલો જાણીએ લાલ ગુલાબના ઉપાય. 
 
રોજ ડે ના દિવસે અપનાવો આ ઉપાય (Rose Day Remedies)
 
ભગવાન ભોલેનાથ ખૂબ દયાળુ માનવામાં આવે છે. આવામાં લાલ ગુલાબ સાથે તમારી પ્રાર્થના લઈને સીધા મહાદેવના ચરણોમાં નતમસ્તક થઈ જાવ્ તમને તમારા પ્રેમનો સાથ જરૂર મળશે. સોમવારે અને પ્રદોષ વ્રતના દિવસે શિવજી પર લાલ ગુલાબ અર્પિત કરવાથી લગ્નમાં આવી રહેલ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
આ ઉપરાંત શિવલિંગ પર લાલ ગુલાબ ચઢાવો અને પછી તેને ત્યાથી ઉઠાવીને તમારી પાસે રાખી લો. આ ઉપાયથી તમને સાચો પ્રેમ જરૂર મળશે. 
 
- મંગળવારે હનુમાનજીને 11 ગુલાબ અર્પણ કરો. આમ કરવાથી બજરંગબલી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે.
 
- મંગળવારે તમારા પ્રેમનું નામ કાગળ પર લખો અને બજરંગબલીની સામે હાથ જોડીને ગુલાબ સાથે પ્રાર્થના કરો. આ પછી, તેના ચરણોમાં ગુલાબ અર્પણ કરો અને કાગળ તમારી પાસે રાખો. આમ કરવાથી તમને ઈચ્છિત પ્રેમ મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર