દિવાળીના 6 દિવસ પછી છઠ પર્વ ઉજવાય છે. છઠ પૂજામાં ખાસ કરીને સૂર્યદેવની ઉપાસના કરાય છે. છઠનો પર્વ આ વખતે 2 નવેમ્બરને છે પણ 31 ઓક્ટોબરથી નહાય ખાયની સાથે આ તહેવારની શરૂઆત થઈ જશે. આ પર્વ કાર્તિક માસના શુક્લ પક્ષની ચતુર્થી થી સપ્તમી સુધી ચાલે છે. 4 દિવસ સુધી ચાલતા આ પર્વના પ્રથમ દિવસે નહાય ખાય, બીજા દિવસે ખરના, ત્રીજા દિવસે ડૂબતા સૂર્યની પૂજા અને પછી અંતિમ દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય આપે છે. છઠી મઈયાને