Chaitra Amavasya- કાલે ચૈત્ર અમાસ પર બની રહ્યો છે ખાસ સંયોગ, જાણો શુભ મૂહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ
ગુરુવાર, 31 માર્ચ 2022 (14:00 IST)
ચૈત્ર અમાસનો મહત્વ
ચૈત્ર અમાસને કાળ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે ખૂબ ખાસ ગણાય છે. આ દિવસે કાલ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે ચાંદીના નાગ-ગાગિનની પૂજા કરાય છે. ત્યારબાદ તેણે નદીમાં પ્રવાહિત કરી નાખીએ છે. તેની સાથે જ ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજપ મંત્રનો જપ કરાય છે.
ચૈત્ર અમાસ પૂજા વિધિ
આ દિવસે સવારે જલ્દી ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવુ જોઈએ.
જો ઘરે જ સ્નાન કરી રહ્યા છો તો નહાવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરી સ્નાન કરવુ જોઈએ.
સ્નાન પછી ભગવાન સૂર્યને અર્ધ્ય આપવુ જોઈએ.
ત્યારબાદ અન્ન, કપડા, આમળા, ધાબડા વગેરે ઘીનો દાન કરવુ જોઈએ.